નમસ્કાર મિત્રો,.શું તમે વિચારી શકો છો કે ભારતમાં પણ એવી જગ્યાઓ છે કે જ્યાં જવાની મનાય છે. તમને લાગશે કે આપણો દેશ તો લોકશાહી છે આવું કઈ રીતે બની શકે, આપણે તો ગમે ત્યાં જઈ શકીએ. તો ચાલો આપણે આજે એવી જગ્યા વિશે જાણીએ કે જ્યાં માણસોએ જવાની સખત મનાઈ છે.
બેરન આઇલેન્ડ
ભારતના આંદામાન દ્વીપ સમૂહનો આ ભાગ છે. બેરન દ્વીપ પણ અહીંયા માનો એક દ્વીપ હતો. અહીંયા માણસોને જવાની સખત મનાઈ છે. એનું કારણ છે આ આઈલેન્ડ માં આવેલો દક્ષિણ એશિયાનું એકમાત્ર સક્રિય જ્વાળામુખી. આ જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ લાવા અને ધુમાડો દૂરથી પણ જોઈ શકાય છે. પરંતુ ફક્ત દૂરથી જ જોઈ શકાય નજીક જવાની સખત મનાઈ છે.
કારણ કે અહીંયા ગરમ લાવા પ્રદેશના કારણે માણસો ની એન્ટ્રી વર્જિત છે અને આપણી સુરક્ષા માટે જ આ છે. અહીં આપણે અંદર તો નથી જઈ શકતા પણ તેની આસપાસના જિલ્લાઓમાં સ્કૂબા ડ્રાઇવિંગ અને વોટર એડવેન્ચર માટે પ્રસિદ્ધ જગ્યા છે.
અક્સાઇ ચીન
ભારત અને ચીન નો સૌથી વિવાદિત વિસ્તાર અક્સાઇ ચીન છે. ભારતમાં એ છે કે આ વિસ્તાર ભારતમાં લદ્દાખ વિસ્તારમાં આવેલો છે જ્યારે ચીન તે વિસ્તારને તેનાં અધિકાર ક્ષેત્રમાં ગણાવે છે. આજ કારણ થી આ જગ્યા ખૂબ જ ખૂબસૂરત હોવા છતાં પણ ત્યાં કોઈ જઈ શકતું નથી. ત્યાં હંમેશા આર્મી નો પહેરો રહે છે અને આ દુનિયાની સૌથી ખતરનાક જગ્યાઓ પૈકીની એક છે. આ એક ઠંડી રણ જગ્યા છે અહીં ઘણી બધી ખારા પાણીની જિલ્લો આવેલો છે. વિશ્વની ખૂબસૂરત Pengoso જીલ પણ અહીંયા જ આવેલી છે.
આ ઉપરાંત અહીંથી LAC line of actual control પણ પાસ થાય છે અને આ વિસ્તાર નેશનલ સિક્યુરિટી નો મામલો હોવાના કારણે અહીંયા માણસો ની એન્ટ્રી વર્જિત છે.
જી.પી. બ્લોક
મેરિટના આર્મી વિસ્તારમાં બનેલો g.p.block એક ભૂતિયો બંગલો છે. કહેવામાં આવે છે કે અહીંયાં એક અંગ્રેજ ઓફિસર ડિસુઝા ની આત્મા ભટકે છે કે જે નું એક્સિડન્ટ ના કારણે મૃત્યુ થઇ ગયું હતું. જેના કારણે અહીં અંદર જવાની કોઈ હિંમત કરતું નથી અને આમ પણ આ આર્મી વિસ્તારમા હોવાના કારણે અહીં આસપાસ ફરવાની પણ મનાઈ છે. ઘણા લોકો એવો દાવો પણ કરે છે તેમણે લાલ સાડી પહેરેલી એક સ્ત્રીને બંગલાનાં ટૅરેસ ઉપર જોઇ છે. હવે હકીકત શું છે તેં તો કોને ખબર પરંતુ આવી જ વાતો ના કારણે લોકો પણ અહિ જવાનું ટાળે છે અને આર્મી વિસ્તારમાં આવેલો હોવાને કારણે gp block એ માણસો માટે વર્જિત જેવું સ્થળ બન્યુ છે.
સિયાચીન ગ્લેશિયર
જમ્મુ કાશ્મીરમાં આવેલ કારાકોરમ પર્વત શ્રુંખલા માં સિયાચીન ગ્લેશિયર આવેલ છે. આ ગ્લેશિયર ભારત-પાકિસ્તાન વચ્ચેનો વિવાદિત ક્ષેત્ર છે. અહીંયાંથી એલ.ઓ.સી એટલે કે લાઇન ઓફ કન્ટ્રોલ પણ પસાર થાય છે. આ દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે અને અહિયાં આપણા દેશના સિપાઈઓ રાત દિવસ પહેરો આપે છે. આ ઉપરાંત અહીં જવા માટે ખૂબ જ ઠંડી અને વિષમ પરિસ્થિતિ સહન કરવાની હિંમત અને દિલમાં દેશદાઝ હોય તો જ જઇ શકાય એમ હોવાથી આ વિસ્તાર પણ માનવ માટે દુર્ગમ છે.
ચંબલ ઘાટી
ઘાટીનું નામ આવતા જ તે ડાકુઓ ની પહેલાં યાદ આવી જાય. મધ્ય પ્રદેશમાં આવેલ ચંબલ નદી અને તેની આસપાસ આવેલ ઘાટીનું પ્રાકૃતિક સૌંદર્ય અદભુત છે પણ અહીંયા જવું એ જીવનમાં જોખમ નાખવા જેવું છે. કારણ કે, ત્યાંના ડાકુ કે જે આજે પણ ત્યાં રાજ જમાવીને બેઠા છે. તેના કારણે આ એક દુર્ગમ પ્રદેશ બન્યો છે. અહીંથી ઘણી બધી બોલિવૂડ ફિલ્મોની શૂટિંગ પણ થાય છે. પણ સામાન્ય માણસો અહીં આવવાનું પસંદ કરતા નથી.
ચૉલમું ઝીલ
સિક્કિમમાં આવેલ ચૉલમું ઝીલ એ ભારતની સૌથી ઊંચી જગ્યા પર આવેલ ઝીલ છે.આ જીલ એટલી સુંદર છે કે એક વાર જોયા પછી આપણે આપણી નજર ત્યાંથી હટાવી ન શકીએ, પણ આ જગ્યાને એકવાર જોવા માટે પણ નસીબ હોવું જોઈએ અને એની સાથે સિક્કિમ પોલીસને ઘણી બધી ખાસ પરમિશન પણ હોવી જોઈએ. કારણ કે આ ઝીલ એ ચીનની બોર્ડરથી માત્ર ચાર કિલોમીટરની દૂરી પર આવેલી છે અને અહિ ભારતીય સૈનિક અને સિક્કિમ પોલીસનો સતત પહેરો રહે છે આના કારણે ચૉલમું ઝીલ એ સિક્કિમમાં આવેલું અને ભારતના યાત્રીઓ માટે કોઈપણ યાત્રીઓ માટે દુર્ગમ વિસ્તાર છે.
ભાનગઢ નો કિલ્લો
રાજસ્થાન કેલ્લુંરમાં આવેલ ૧૭મી સદીમાં બનેલો ભાનગઢનો કિલ્લો એ ભારતની સૌથી ખતરનાક જગ્યાઓ માંનો એક છે. જેનું કારણ કિલ્લામાં થનારી ભૂતિયા ઘટના છે.જેનો દાવો ઘણા લોકો કરે છે કે અહીં સૂર્યાસ્ત પછી જેટલા લોકો આવે છે એ પાછા જઈ શકતા નથી એટલા માટે સૂર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિને અહીંયા આવવાની મનાઈ છે અને જો તમે સૂર્યાસ્ત પછી જવા માંગો છો તો સરકારની વિશેષ પરમિશન લેવી પડે છે અને આ સાથે કિલ્લા થી જોડાયેલી ઘણી બધી કહાનીઓ પ્રચલિત છે. તેની હકીકત તો શું હોય એ કોને ખબર પરંતુ કિલ્લો એ રહસ્યમયી છે અને આના કારણે આ એક ભુતીયા કિલ્લા તરીકે ઓળખાય છે કે જ્યાં સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી કોઈ જવાનું પસંદ કરતુ નથી.
નિકોબાર દ્વીપ
નિકોબાર પર રહેલો આ દ્વીપ ખૂબસૂરતી અને પ્રાકૃતિક સૌંદર્ય માટે નયનરમ્ય છે. કેમકે અહિયાં માણસોની જવાની મનાઈ છે. કારણ કે જો માણસો ને અહિ જવા દેવામાં આવે તો તેના પ્રાકૃતિક સૌંદર્યને બરબાદ કરી નાખવામાં આપણે પીછે હઠ ના કરીએ. એટલા માટે આ વિસ્તારને યુનેસ્કોએ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઘોષિત કર્યું છે અને અહીં રહેલા આદિવાસી લોકો પણ બહારથી આવનારા લોકોને આગંતુકો ને પસંદ નથી કરતા. આના કારણે આ વિસ્તાર એ ખરેખર દુનિયાથી અલિપ્ત રહ્યો છે. અહીં જવા માટે ખૂબ જ વધારે પરમિશન લેવી પડે છે. કેટલોક વિસ્તાર તો એવો છે કે જયાં ક્યારેય પણ તમે ના જોયો હોય પરંતુ વૈજ્ઞાનિક સંશોધન માટે તમે જઇ શકોં છો.
મુકેશ મીલ મુંબઈ
શું તમે વિશ્વાસ કરી શકો કે મુંબઈ જેવા ગીચ વિસ્તારમા કોઈ વિસ્તાર એવો છે કે જે વિરાન પડેલ છે. મુંબઈના કોલાવામાં આવેલ મુકેશ મિલ એ વિરાન પડેલ સ્થળ છે કે જ્યાં ઇ.સ. 1982 મા ભયાનક આગ લાગવાના કારણે મિલને બંધ કરી દેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ શું હતું એ આજે પણ એક રહસ્ય છે.
થોડા સમય પહેલાં એક ફિલ્મના શૂટિંગ માટે ત્યાં લોકો ગયા હતા પરંતુ ઘણી બધી ભૂતિયા બાબતો અહીં રેકોર્ડ થઈ હતી. જેમ કે અજીબોગરીબ પગના નિશાન, અજીબો અવાજ અને આવા કારણોને લીધે તે અને બીજું એ પણ કે ફિલ્મની હિરોઈન ને વશમાં કરીને અજીબ અવાજમાં બધાને બહાર નીકળી જવાનો હુકમ પણ કર્યો. ત્યારથી લઈને આજ સુધી હજી કોઈ પણ વ્યક્તિ મિલ ની મુલાકાતે નથી ગયુ.
સેન્ટિનલ આઈલેન્ડ
અંદમાન અને નિકોબાર ના ઉત્તર બાજુમાં આવેલ સેન્ટિનલ આઈલેન્ડ હજુ પણ આદિવાસીઓ માટેનું વસવાટ નું કેન્દ્ર છે. આ લોકો આધુનિકતાથી તદ્દન વંચિત છે આ લોકોને બહારના લોકો પોતાના દ્વીપ મા આવે એ બિલકુલ પસંદ નથી અને આગંતુકોનું સ્વાગત તીરોની વર્ષા થી થાય છે. અહીંયા સામાન્ય માણસ તો નહીં પણ કોઈ પણ લોકોને પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે ભારત સરકારે આ દ્વીપ પર જવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે.
તો મિત્રો આ હતી ભારતની 10 જગ્યાઓ કે જ્યાં માણસોને જવા માટે પ્રતિબંધ છે. તમે અમને કમેન્ટ કરીને જણાવશો કે જો તમને આ 10માંથી કોઈ જગ્યાએ જવાનો મોકો મળે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો.