હેલો મિત્રો, અખરોટ ખાવી દરેક લોકોને પસંદ હોય છે. કેટલાય વિટામિન હોવાને કારણે તેને વિટામીન નો રાજા પણ કહેવામાં આવે છે. અખરોટમા પ્રોટીન સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વ રહેલ હોય છે. તે વાળ અને ત્વચા માટે ઘણુ ફાયદાકારક છે. તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ શરીરને અસ્થમા, આર્થરાઈટિસ, સ્કિન પ્રોબ્લેમ, એક્ઝીમા અને સોરાયસિસ જેવી બીમારીથી બચાવે છે. તે સિવાય પણ અખરોટ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે.
મિત્રો, આપણે દરેક લોકો અખરોટને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. મોટાભાગના લોકો તેને ડ્રાયફૂટ્સ તરીકે ઉપયોગ કરતા હોય છે અને અખરોટ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
સામાન્ય રીતે અખરોટ ના ઝાડ બે પ્રકારના હોય છે.
એક જંગલી અખરોટ હોય છે, જે જંગલની અંદર મોટેભાગે ૧૦૦થી ૨૦૦ ફુટની ઊંચાઈના ઝાડ પર થતા હોય છે.
જ્યારે બીજા બાગાયતી અખરોટ હોય છે.જે સામાન્ય રીતે ૪૦ થી 90 ફુટની ઊંચાઈના ઝાડ પર હોય છે. સામાન્ય રીતે તેની ઉપરનું આવરણ ખૂબ પાતળું હોય છે અને આથી જ તેને કાગજી અખરોટ પણ કહેવામાં આવે છે.
અખરોટ એ એક પ્રકારનું બળવર્ધક ડ્રાયફ્રુટ છે. તેનું સેવન કરવાના કારણે તમારા હૃદય અને મસ્તિષ્ક ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે.આ ઉપરાંત તે વાત પિત્ત, ટીબી, હૃદય રોગ અને શરીરમાં થતી બળતરાને દૂર કરવામાં પણ ઉપયોગી છે. અખરોટને પાવરફુલ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમકે તેનું સેવન કરવાના કારણે વ્યક્તિની સ્ટેમીના વધે છે અને સાથે સાથે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે.અખરોટનું સેવન કરવાના કારણે તમારો મગજ એકદમ તેજ બની જાય છે.અખરોટ ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ ઓમેગા-૩ ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેનું રેગ્યુલર રીતે સેવન કરવાના કારણે તે તમારા મગજને શાંત બનાવે છે.
મિત્રો, અખરોટનાં સૂકાં ફળ કદમાં લીંબુ જેવડાં મોટાં હોય છે. તેની ઉપરનો ભાગ લાકડા જેવું એકદમ સખત હોય છે. જે બે ભાગમાં વહેંચાયેલા સળંગ સાંધાવાળું હોય છે. ઉપરનું કોસનું તોડતા અંદરથી કથ્થાઈ જેવા રંગનો મગજ જેવા અનિયમિત આકારના નો ગર્ભ નીકળે છે. આ મગજની ઉપર પાતળી ફોતરી જેવું પડ હોય છે. એ દૂર કરતાં અંદર સફેદ પીળા રંગનો મીઠો રુચિકર ગર્ભ હોય છે. તેનો આ મગજ સૂકામેવા તરીકે ખવાય છે. અખરોટનો મગજ એટલે કે ગર્ભ ખાડાટેકરાવાળો અને અનિયમિત હોય છે.
અખરોટના ગુણધર્મ
અખરોટનો મગજ એટલે કે ગર્ભ સ્વાદે મધુર, સ્નિગ્ધ, શીતળ,ભારે કફ તથા વીર્યવર્ધક, બળવર્ધક, વાયુ અને પિત્ત દોષશામક, પ્રિય તથા ધાતુ વૃદ્ધિકર હોઇ છે. અખરોટ ક્ષય, હૃદયરોગ, રકત રોગ, રકત વાત અને દાહનાશક છે. તે આંબાત અને વાત રોગોમાં પણ પથ્ય છે.
28 શ્રેષ્ઠ અખરોટ ના ફાયદાઓ
તો ચાલો જાણીએ 28 શ્રેષ્ઠ અખરોટ ના ફાયદાઓ વિશે.
વજન ઘટાડવામાં મદદરૂપ
મિત્રો, અખરોટ વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. રોજ તેનું સેવન કરવાથી સહેલાઈથી વજન ઓછું કરી શકાય છે. જે લોકો વધતાં વજનથી પરેશાન છે તે લોકોએ અખરોટનું સેવન કરવું જોઈએ. સતત અખરોટ ખાવાથી થોડાક દિવસમાં ફરક જોવા મળશે. અખરોટ ની અંદર ભરપૂર માત્રામાં ફેટ અને કેલરી હોય છે આથી જ ડાયેટીંગ કરતાં લોકો માટે અખરોટ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.
કેમકે તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર જમા થયેલી વધારાની ચરબી દૂર થાય છે અને સાથે સાથે તમારું શરીર એનર્જી ફૂલ પણ રહે છે. અખરોટમાં ફેટ ની માત્રા ઘણી વધારે હોય છે તેથી તેને ઘણાં વજન વધારનાર માને છે. પણ હકીકતમાં તેમાં પૌષ્ટિક તત્વ ઘણાં હોય છે છતાં તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
અંદાજે 28 ગ્રામ અખરોટ માં ૨.૫ ગ્રામ ઓમેગા-૩ ફેટી એસિડ, ચાર ગ્રામ પ્રોટીન અને ૨ ગ્રામ ફાઇબર હોય છે. જેના કારણે લાંબો સમય સુધી પેટ ભરેલું હોય તેવું લાગે છે. વજન ઓછું કરવા માટે જરૂરી છે.
અનિદ્રાની સમસ્યામાં રાહત
મિત્રો, અખરોટ ની અંદર મેલાટોનિન નામનો એક દ્રવ્યો મળી આવે છે. જે આપણી ઊંઘ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આથી જ તેનું સેવન કરવાના કારણે લોકોને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે. જે લોકોને આખો દિવસ કામ કર્યા બાદ પણ ઊંઘ નથી આવતી તે લોકો માટે અખરોટ રામબાણનું કામ કરે છે. રાતે સૂતા પહેલા એક કે બે અખરોટ ખાવાથી શરીર રિલેકસ રહે છે તેનાથી સારી ઉંઘ આવે છે.
હૃદય માટે બેસ્ટ
અખરોટમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ હૃદયને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. અખરોટ ખાવાથી હૃદયથી સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે. અખરોટનું સેવન આપને હૃદયને લગતી અનેક પ્રકારની બીમારીઓથી દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. અખરોટનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે જેથી કરીને વ્યક્તિનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે, આથી જ વ્યક્તિનું હૃદય સ્વસ્થ રહેશે.
વાળ માટે ફાયદાકારક
વાળ માટે પણ અખરોટ ફાયદાકારક હોય છે. અખરોટમાં વિટામિન બી7 હોય છે, જે વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે.
સોજામાં રાહત
મિત્રો, અખરોટના 10થી 40 ml જેટલા તેલને 250ml ગૌમુત્ર ની અંદર ભેળવી પીવાથી શરીરમાં થતા કોઈપણ પ્રકારના સોજામાં રાહત મળે છે. તેલ ન મળે તો અખરોટના મગજના પાવડરને કાંજી સાથે વાટી ગરમ કરી સોજા પર લેપ કરવો તેનાથી પણ ફાયદો થાય છે.
વાટના રોગોમાં ઉપયોગી
જો ૧૦ થી ૨૦ ગ્રામ જેટલા અખરોટને પીસી લઈ અને દુખાવાની જગ્યાએ લગાવવામાં આવે અને પછી એ કીટ ગરમ કરી તેની પર થોડું પાણી છાંટી કપડામાં લપેટી તે કીટ વડે દુખાવાની જગ્યાએ શેક કરવામાં આવે તો શીઘ્ર પીડા મટશે. વાટના રોગોમાં અખરોટ આ રીતે ઉપયોગી છે.
ડાયાબિટીઝમાં ફાયદો
મિત્રો, ડાયાબિટીસના દર્દીઓએ રોજ અખરોટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ. તેને ખાવાથી ડાયાબિટીસ ટાઇપ-૨ થી આરામ મળે છે. એક સંશોધન એવું પણ કહે છે કે જે મહિલાઓ અઠવાડિયામાં બે વાર 28 ગ્રામ અખરોટ ખાય છે તેમને ટાઈપ ટૂ ડાયાબિટીસ થવાનું જોખમ 24 ટકા જેટલું ઓછું થઈ જાય છે . journal of mutation નાં એક સંશોધનમાં એવું કહેવાયું છે કે આમ તો મહિલા માટે સંશોધન થયું છે પણ નિષ્ણાતો માને છે કે પુરુષોને પણ અખરોટનો આ પ્રકારે જ લાભ મળવાની આશા છે.
ડિપ્રેશનથી રાહત
આજકાલની ભાગદોડથી ભરેલી જિંદગીમાં પાંચમાંથી ચાર લોકો તણાવ એટલે કે ડિપ્રેશનના શિકાર છે. અખરોટના સેવનથી ડિપ્રેશનથી રાહત મળે છે. તેને ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે અને શરીરને પ્રમાણસર ઉર્જા મળતી રહે છે.
ધાધર માટે લાભદાયક
મિત્રો, સવારમાં ઉઠ્યા બાદ વાસી મોઢે પાંચથી દસ ગ્રામ જેટલા અખરોટ ચાવી અને ત્યારબાદ તેનો લેપ ધાધર ની જગ્યાએ લગાવવાથી ધાધર માંથી છુટકારો મળે છે.
મજબૂત પાચનતંત્ર માટે
અખરોટમાં રહેલા પોષક તત્વ પેટને સાફ કરવાનું કામ કરે છે. તેનાથી કબજિયાત, અપચો અને એસીડીટીની સમસ્યા દુર થાય છે. રોજ તેનું સેવન કરવાથી પાચનક્રિયા મજબૂત બને છે.
કોલેસ્ટેરોલને દૂર કરવા
મિત્રો, અખરોટ ની અંદર ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરની અંદર રહેલા ખરાબ કોલેસ્ટરોલને દૂર કરી દે છે સાથે સાથે તે પિત્તાશયની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેમાં પણ મદદરૂપ સાબિત થાય છે.
સ્વસ્થ જીવન માટે
સ્વસ્થ જીવન માટે અને લાંબા જીવન માટે અખરોટ ખાવી યોગ્ય માનવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી જીવનકાળ વધે છે અને જીવન ઊર્જાથી ભરપૂર રહેશે.
ઝાડા ઉલ્ટીમાં રાહત
મિત્રો, અખરોટને પીસી લઈ અને ત્યારબાદ પાણી સાથે મેળવી નાભિની આસપાસ લગાવવાને કારણે પેટમાં આવતી વીટ અને ઝાડાની સમસ્યામાંથી રાહત મળે છે.
અફીણ ના ઝેર માં ઉપયોગી
માત્ર ૨૦ થી ૩૦ ગ્રામ જેટલા અખરોટના ફળ ખાવાના કારણે અફીણનું ગમે તેવું ઝેર ચડ્યું હોય અથવા તો નશો ચડ્યો હોય તો તે પણ દૂર થઈ જાય છે.
કબજિયાતમાં રાહત
મિત્રો, અખરોટની છાલ ને ઉકાળીને પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
ધાવણ વધારવા માટે
અખરોટનો પાવડર કરી ઘઉંના રવામાં ભેરવો. તેને ઘીમાં શેકી દૂધ અને ખાંડ નાખી શીરો બનાવી રોજ ખાવાથી માતાને ધાવણ વધે છે. અથવા તો અખરોટના પાનનું ચૂર્ણ અને ઘઉંના રવાની ઘીમાં પૂરી બનાવી ખાવી તેનાથી પણ ધાવણ વધે છે.
હરસમા ઉપયોગી
મિત્રો, અખરોટના છાલની ભસ્મની અંદર 36 ગ્રામ ગુરુસ મેળવી અને દરરોજ સવાર-સાંજ ખાવાથી હરસ જડમૂળથી નાશ પામે છે.
બંધ માસિક ધર્મ શરૂ કરવા માટે
અખરોટની છાલ, મૂળાના બી, ગાજરના બી,વાવડિંગ, અમલતાસ અને કલેવારનૉ ગરીબ લો. આ બધા જ વસ્તુને છ-છ ગ્રામ માત્રા ની અંદર લઇ બે લીટર પાણીની અંદર બરાબર ઉકાળી લો. ત્યારબાદ તેની અંદર 250 ગ્રામ જેટલો ગોળ ભેળવી દો અને તે પાણીને 500 ml પાણી રહે ત્યાં સુધી ઉકાળો. હવે આ ઉકાળાને ૫૦ ગ્રામની માત્રામાં સવાર-સાંજ પીવામાં આવે તો બંધ માસિક ધર્મ ફરીથી શરૂ થઈ જાય છે.
ચહેરા નો લકવા મટાડવા માટે
મિત્રો, અખરોટનાં તેલનું રોજ ચહેરા પર માલિશ કરવાથી તમને ચહેરાના લકવામાં રાહત મળે છે.
ત્વચા માટે ઉપયોગી
જેમને પોતાની ત્વચાને ચમકદાર બનાવવાની ખેવના હોય તેમણે અખરોટનું સેવન કરવું જોઇએ. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારી ત્વચાને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. અખરોટમાં વિટામિન ઈ અને ફલેવીનોઇડસ હોય છે. જેનાથી ડિમેન્શિયા ઉત્પન્ન કરતાં નુકસાન કારક ફ્રી રેડિકલ્સ નષ્ટ કરવામાં મદદ કરે છે.
ગઠીયો વા અથવા સંધિવા મટાડવા
મિત્રો, રોજ અખરોટનું સેવન કરવાથી રક્તશુદ્ધિ થાય છે અને ગઠિયા વા ના દર્દમાં રાહત મળે છે.
મગજની નબળાઈ માટે
મિત્રો, અખરોટના મગજનું એટલે કે તેના ગર્ભ નું દરરોજ નિયમિતપણે સેવન કરવાથી ચક્કર, અંધારા, સ્નાયુની નબળાઈ સાથે મગજની નબળાઈ પણ દૂર થાય છે અને મગજ સતેજ બને છે.
ચશ્માનાં નંબર દૂર કરવા
અખરોટનું તેલ આંખો પર રોજ બહારથી માલિશ કરવું અને આ તેલ રોજ ખાઓ. આ તેલની પીવાની માત્રા મોટી વ્યક્તિ માટે ૨૦ થી ૪૦ ગ્રામ સુધીની છે. આમ કરવાથી દ્રષ્ટિ દોષ દૂર થવાની સંભાવના રહે છે.
વૃદ્ધોની શક્તિ વધારવા
અખરોટના મીનજ 10 ગ્રામ અને સંભાગ દ્રાક્ષ સાથે નિત્ય ખાવાથી વૃદ્ધોના શરીરમાં પણ શક્તિ વધે છે.
દંતમંજન તરીકે ઉપયોગી
મિત્રો અખરોટના ઉપર ના છોડા એટલે કે તેના કાચલા ને બાળી ને તેના કોલસાનું ચુર્ણ 100 ગ્રામ, જેઠીમધ ચૂર્ણ ૫૦ ગ્રામ, કાચી ફટકડી 5 ગ્રામ, વાવડિંગ 15 ગ્રામ આ બધાનું બારીક ચૂર્ણ બનાવી લો. પછી તેમાં ૫ ગ્રામ બરાસ કપૂર થોડા પાવડરમાં વાટીને ભેળવી લો. આ મંજન મજબૂત ઢાંકણ વાળી શીશી માં ભરી લો. નિત્ય આ દંતમંજન થી દાંત ઘસવા ને કારણે દાંત ધોળા દૂધ જેવા થાય છે. દાંત, દાઢ નો સડો કે તેની પીડા મટે છે. સસ્તુ છતાં ઉત્તમ દંતમંજન હોય, કોઈપણ વ્યક્તિ તે ઘરે બનાવી તેનો લાભ ઉઠાવી શકે છે.
સગર્ભા મહિલાઓ માટે
મિત્રો, સગર્ભા મહિલાઓ જો અખરોટનું સેવન કરે તો તેમના બાળકને ફૂડ એલર્જી થવાની આશંકા ઘણી ઓછી થઈ જાય છે અને અખરોટમાં રહેલા ફેટી એસીડ ના કારણે બાળકનો વિકાસ પણ યોગ્ય રીતે થાય છે.
સ્તન કેન્સરનું જોખમ ઘટાડે
મિત્રો, અખરોટના નિયમિત સેવનથી સ્તન કેન્સર નું જોખમ ઘટાડી શકાય છે.
પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા વધારવા
મિત્રો, રોજ અંદાજે ૭૫ ગ્રામ અખરોટ ખાવાથી સ્વસ્થ્ય પુરુષના શુક્રાણુની ગુણવત્તા અને સંખ્યા માં સુધારો થાય છે.
તો મિત્રો આજનો મારો આ લેખ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. હું આશા રાખું છું કે આ લેખ જોયા પછી તમે પણ અખરોટના ફાયદા વિશે જાગ્રત થઇ નિયમિતપણે અખરોટ સેવન કરી તેનો લાભ લેશો. મિત્રો, તમે આ લેખ તમારા ફ્રેન્ડસ અને ફેમિલી સર્કલ માં અવશ્ય શેર કરો.