નમસ્કાર મિત્રો, આજના આ લેખ મા આપણે વાત કરશું ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ વિશે. ગુજરાતનું financial capital city અમદાવાદ ભારતનું પહેલું હેરિટેજ સિટી છે.ચાલો મિત્રો જાણીએ ભારતમાં રહેવા માટે સૌથી સુરક્ષિત અને સારા શહેરોની ગણતરીમાં સ્થાન ધરાવતા અમદાવાદમાં જોવાલાયક 10 સૌથી સુંદર સ્થળો છે. જેની સાથે અમદાવાદના શોપિંગ અને અહીંના સ્પેશિયલ ફૂડ વિશે પણ જાણીએ.
જામા મસ્જિદ

માણેકચોક ગાંધીનગર રોડ પર સ્થિત જામા મસ્જિદ ઈ.સ. 1424માં બાદશાહ અહેમદ શાહે બનાવડાવી હતી. પીળા રંગના પથ્થરોથી બનેલા મસ્જિદના સુંદર નકશીકામ કરેલું સ્તંભો અને દિવારો જોવા લાયક છે. સાથે સફેદ સંગેમરમર થી બનેલું પટાંગણ મસ્જિદની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. મસ્જિદ ની બાજુમાં જ અહેમદ શાહ, તેમના પુત્ર અને પુત્રીની કબર આવેલી છે અને સાથે નજીકમાં રાણીના હજીરા જે તેમની પત્ની ની કબર છે. તો મિત્રો અમદાવાદની આ સૌથી જૂની મસ્જિદ પણ એક સુંદર મસ્જિદ જોવાલાયક છે.
ઇસ્કોન મંદિર
સરખેજ ગાંધીનગર હાઇવે પર સ્થિત ઇસ્કોન મંદિર હરે ક્રિષ્ના મંદિર તરીકે પણ ઓળખાતું એક ભવ્ય સુંદર મંદિર છે. સવારના સાડા ચારથી એક અને સાંજના ચાર વાગ્યા થી નવ વાગ્યા સુધી આ મંદીર અહીં આવતા ભક્તો માટે ખુલ્લું હોય છે. આધ્યાત્મિકતા અને માનસિક આનંદની અનુભૂતિ કરાવતું આ મંદિર પોતાના શાંત વાતાવરણ માટે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે.
ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર સ્થિત ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ દુનિયા ના શ્રેષ્ઠ મ્યુઝિયમ માનું એક છે. અહીં તમને વિન્ટેજ મોટરકાર, મોટરસાયકલ તથા ગાડીઓ નો ખુબ સુંદર પ્રાચીન સંગ્રહ જોવા મળે છે.૧૯૨૭માં પ્રાણલાલ મધર મોટર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા નિર્મિત આ સંગ્રહાલય automobile lovers માટેની એક ખાસ જગ્યા છે. આ સંગ્રહાલયમાં તમને અવનવી મોટર્સ આ જગ્યાએ જોવા મળે છે.
સાયન્સ સિટી

સરખેજ ગાંધીનગર હાઇવે પર સ્થિત થયેલ સાયન્સ સિટી વિજ્ઞાનમાં લોકોની રુચિ વધે એ કારણે ગુજરાત સરકાર દ્વારા 2001માં સ્થાપિત કરવામાં આવેલ છે. વિશાળ જગ્યામાં ફેલાયેલ સાયન્સ સીટી વિજ્ઞાન પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે એક ખાસ જગ્યા છે. સાયન્સ સિટીનાં ખાસ આકર્ષણોમાં અહીં આવેલ થ્રીડી થિયેટર, સાયન્સ હોલ, ગ્રહ પૃથ્વી, એનર્જી પાર્ક અને મ્યુઝિકલ ફાઉન્ટેન આ સિવાય પણ ઘણું બધું છે સાયન્સ સિટીમાં જોવા માટે. સવારે ૧૦ વાગ્યાથી સાંજના સાડા સાત વાગ્યા સુધી જ્ઞાનસભર મજુરા પ્રવાસ માટે સાયન્સ સીટી બધાનું સ્વાગત કરે છે.
સિદી સૈયદ મસ્જિદ
વિશ્વભરમાં સીદીસૈયદની જાળી માટે પ્રસિદ્ધિ સિદી સૈયદ મસ્જિદ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. લગભગ ૧૬મી સદીમાં બનેલા આ મસ્જિદ મુઘલ શાસક ની છેલ્લી બનેલી અદ્વિતીય મસ્જિદ છે. જે આફ્રિકન આર્ટર નો એક બેજોડ નમૂનો છે. આ મસ્જિદમાં પથ્થર પર ખૂબ સુંદર નક્શીકામ કરી બનાવવામાં આવેલ જાળ નું ચિત્ર જે વિશ્વભરમાં સીદીસૈયદની જાળી તરીકે ઓળખવામાં આવે છે.
અમદાવાદ ની ઓળખ બનેલ સીદી સૈયદની જાળી અમદાવાદ જતા એક વાર જરૂર જોવી જોઈએ.
અડાલજની વાવ
સરખેજ ગાંધીનગર રોડ પર સ્થિત અડાલજની વાવ હિન્દુ અને ઇસ્લામ સ્થાપત્ય કલાનું અદ્વિતીય નમૂનો છે. 15મી સદીમાં બનેલ આ વાવ રૂડાબાઈ તરીકે પણ ઓળખાય છે.
મિત્રો,તમે ઊંડા કૂવા તો બહુ જોયા હશે પરંતુ ક્યારેય તમે ઊંચો કૂવો જોયો છે. તો આ કૂવો પાંચ માળ ઉંચો છે અને દરેક માળમાં ઉત્કૃષ્ટ વાસ્તુકલા તથા ખૂબ સુંદર બારીક નકશીકામ કરેલા ઝરુખા આવેલ છે. અમદાવાદની આ વિશ્વવિખ્યાત વાવ એકવાર જોવા જેવું છે.
ભદ્ર કિલો
અમદાવાદમા સ્થિત આ કિલો 45 એકરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ છે. ઇ.સ. 1411 મા અહેમદશાહ પહેલા એ આ કિલ્લો બંધાવ્યો હતો. અહીં ભદ્રકાળી માતાનું પ્રસિધ્ધ મંદિર આવેલ છે. આ કિલ્લાની અંદર ભદ્ર કિલ્લાનું શિલાલેખ રાજવી મહેલોં, સીદી સઇદ મસ્જિદ અને ત્રણ દરવાજા જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.
હઠીસિંહ ના દેરા
શાહીબાગ રોડ દિલ્હી દરવાજા પર સ્થિત હઠીસિંહ જૈન મંદિર નગરશેઠ હઠીસિંહ દ્વારા 1948 માં નિર્માણ કરવામાં આવ્યા હતા. મુખ્ય સ્થાપત્ય બે માળનું છે. તેમાં મૂળનાયકની પ્રતિમા જૈન ધર્મના ૧૫મા તીર્થંકર ધર્મનાથની છે. મંદિરનું મૂળ સ્થાપત્ય ૧૧ ભગવાનોની પ્રતિમા ધરાવે છે, જે પૈકી ૬ પ્રતિમા ભોંયરામાં જ્યારે ૫ પ્રતિમા ત્રણ અટારીમાં છે.મુખ્ય શિખર પૂર્વ દિશામાં છે અને મંદિર કોતરણીવાળા ૧૨ સ્તંભોના ટેકા પર રહેલ ગુંબજથી ઢંકાયેલું છે. વધારામાં, ત્યાં ૫૨ દેવલકુલિકાઓ આવેલી છે જેમાં પ્રત્યેકમાં એક તીર્થંકરની પ્રતિમા છે.
કાંકરીયા તળાવ

મણીનગર વિસ્તારમાં સ્થિત કાંકરિયા તળાવ અમદાવાદનું બીજા નંબરનું સૌથી મોટું તળાવ છે. જેનું નિર્માણ Sultan Qutab-ub-din એ ઈસવીસન 1451 માં કર્યું હતું. કાંકરિયા તળાવની મધ્યમાં સુંદર બાગ નગીનાવાડી આવેલ છે. કાંકરિયા નાં મુખ્ય આકર્ષણ ની વાત કરીએ તો નજીકના ઝૂ, બાલવાટિકા, એક્વેરિયમ અને આસપાસનાં પર્વતીય બગીચાઓ સાથે, તે એક સંપૂર્ણ મનોરંજન કેન્દ્ર ઓફર કરે છે. આ ઉપરાંત 12.5 લાખ મુલાકાતીઓ અને બાળકોએ ‘અટલ એક્સપ્રેસ’ ના મિની ટ્રેનનો આનંદ લીધો હતો. તહેવારો, નાના મેળાવડા, શૈક્ષણિક પ્રવાસો, જોગિંગ, અનૌપચારિક મીટિંગ્સ, પીકનીક્સ વગેરે અર્થપૂર્ણ રીતે યુવાન પેઢીને આકર્ષવા માટે કાંકરિયાનો નવો ચહેરો બની ગયો છે.
ગાંધી આશ્રમ
ગાંધીજી ના જીવન કારના 13 વર્ષ સુધી ગાંધીજી નું ઘર રહેલ આ આશ્રમ ગાંધીજી નો પ્રથમ આશ્રમ હતો. જેની સ્થાપના ઇ.સ. ૧૯17 માં કરી હતી. સત્યાગ્રહ આશ્રમ, હરિજન આશ્રમ, સત્યાગ્રહ ની છાવણી વગેરે નામથી જાણીતો આશ્રમ સાબરમતી નદીના કાંઠે આવેલ હોવાથી સાબરમતી આશ્રમ ના નામથી પણ જાણીતો છે. આ આશ્રમમાં ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ, પેઇન્ટિંગ ગેલેરી, ઉપાસના મંદિર, વગેરે જોવાલાયક છે. આ આશ્રમ તેના પૂજારી એવા આપણા રાષ્ટ્રપિતા ની જીવનગાથા નું વર્ણન કરે છે. સાથે અહીં આવેલ સાબરમતી રિવરફ્રન્ટ જેને તમે ઘણી બધી ગુજરાતી હિન્દી ફિલ્મોમાં જોયો હશે. સાબરમતી રિવર પણ ખૂબ સુંદર છે.
સરદાર પટેલ સ્ટેડિયમ
મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતા Sardar Patel Stadium દિવસ અને રાતની રમતો માટે ફ્લડલાઈડથી સજ્જ છે. જ્યાં ટેસ્ટ અને વન ડે આંતરરાષ્ટ્રીય Cricket મેચો રમવામાં આવે છે. પુનઃનિર્માણ બાદ તે વિશ્વનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ હશે જેમાં 1,10,000 Audiance બેઠક ક્ષમતા હશે અને તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને પણ પાછળ છોડી દેશે. સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલુ છે. અહીં Olympic કદના સ્વિમિંગ પૂલ અને 4 Dressing room, Indoor Practice pitch, Badminton અને Tennis Court, સ્કવૉશ એરેના, 3ડી પ્રોજેક્ટર થિયેટર અને 55 રૂમવાળુ ક્લબહાઉસ હશે.
લો ગાર્ડન
લો ગાર્ડન એ અમદાવાદના વાઇબ્રેન્ટ શહેરના મધ્યમાં લીલીછમ હરિયાળીનું એક સુંદર ગાર્ડન આવે લૂ છે. અમદાવાદમાં જોવા માટેનું આ સૌથી મનોહર સ્થાન છે. તે એક સાર્વજનિક બગીચો છે જે સ્થાનિકો અને પ્રવાસીઓને આરામ અને મનોરંજક પ્રવૃત્તિઓ કરવા માટે આ સ્થાનની મુલાકાત લેવાનું પસંદ છે.
આ Law Garden સાંજ નું માર્કેટ સ્થાનિકો અને મુલાકાતીઓ માટે ખૂબ famous છે. આ બજાર એક અનોખો Shopping અનુભવ પ્રદાન કરે છે કારણ કે અહીં વેચાયેલી માલ સ્થાનિક કારીગરો દ્વારા હસ્તકલા બનાવવામાં આવે છે. ગાર્ડન અનેક સાંસ્કૃતિક અને સંગીત ઉત્સવ, કોન્સર્ટ અને અન્ય પ્રવૃત્તિઓનું સ્થળ તરીકે પણ કાર્ય કરે છે.
તો મિત્રો આશા રાખું છું કે આજનો આ મારો લેખ વાંચ્યા પછી આ સ્થળો ની જરૂર થી મુલાકાત લેશો અને તમારા ફેમિલીને ફ્રેન્ડસર્કલમાં પણ તેને શેર કરશો. તો મિત્રો આજનો મારો લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવો.