નમસ્કાર મિત્રો, જો તમે બહાર ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ કર્યો છે, તો રાજકોટ થી એક બે કલાકના અંતરે આવેલા ફરવાલાયક સ્થળોની જાણકારી લેવી જરૂરી છે.જે જગ્યા પર વન ડે પિકનિક કરી ભરપૂર મજા લૂંટી શકો છો. તો ચાલો જાણીએ મિત્રો તેવી જગ્યાઓ વિશે.
હનુમાનધારા
રાજકોટ શહેરથી 9 કિમી ના અંતરે આવેલું આ સ્થળે ન્યારી ડેમ ના કાંઠે હનમાનજી નું મંદિર છે. અહિ શનિવારના દિવસે ભકતોની ભીડ જામે છે. સહેલાણીઓ અહીં જમવાનું સાથે લઈને સવારથી માંડીને સાંજ સુધી નો સમય ગાળે છે. આ જગ્યા ની બાજુમાં ચોકીધાણી પાછળ સાઈબાબા નુ મંદિર પણ જોવા જેવું છે.
બાલચડી બીચ
રાજકોટ થી લગભગ ૮૦ કિ.મી.ના અંતરે આવેલું દરિયા કિનારે આવેલું આ સ્થળ પણ સુંદર છે. અહી લોકો નાહવાની મજા લુંટે છે. કારણકે અહિ નો દરિયો ખૂબ જ શાંત છે. આ જગ્યા ની બાજુમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય પણ છે. જેને ફોટો શૂટ કરવાનો શોખ છે તેના માટે આ બેસ્ટ પ્લેસ છે.
હિંગોળગઢ
રાજકોટના જડસણ તાલુકામાં અને રાજકોટથી ૭૮ કિમી દૂર હિંગોળગઢ છે. અહીં પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર અને હિંગોળગઢ નો ઈતિહાસીક વારસો છે. ઊંચા ડુંગરા પર બનેલો ગઢ આજે પણ બેનમૂન છે. હિંગોળગઢમાં મોટું જંગલ પથરાયેલું છે. જેને પક્ષી અભ્યારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં 230 જાતિના વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે અને ખાસ તો અહીં 19 પ્રજાતિનાં સાપ જોવા મળે છે. અહીં વધુમાં રોઝ, નીલગાય, હરણ વગેરે તૃક્ષભક્ષી પ્રાણીઓ પણ વિહાર કરે છે.
ઘેલા સોમનાથ
રાજકોટ થી માત્ર ૭૮ કિમી દૂર આવેલું સૌરાષ્ટ્રનું બીજું સોમનાથ એટલે ઘેલા સોમનાથ. અહિ મંદિરને ફરતે લીલા ડુંગર છે. જે સ્વર્ગ સમાન ભાસે છે. અહીં ઊંચું મંદિર વિશાળ પટાંગણમાં પથરાયેલું છે. એવું કહેવામાં આવે છે કે આ શિવલિંગને બચાવવા હજારો બ્રાહ્મણોએ પોતાના જીવ આપ્યાં હતાં. અહીં પહોંચવા માટે જડસણ થી પ્રાઈવેટ વાહન કરવું પડે છે.
જડેશ્વર મહાદેવ
રાજકોટના વાંકાનેર તાલુકામાં થી ૧૦ કિમી.ના અંતરે આવેલા લીલાછમ ડુંગરાઓમાં શ્રી જડેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે.આ મંદિરનો ઇતિહાસ જામનગર ના રાજા જામસાહેબ સાથે જોડાયેલો છે. આ ડુંગરા ઉપર સ્વયંભૂ રીતે મહાદેવ પ્રગટયા હતા. તેથી તેનું નામ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ રખાયું છે. અહિ શ્રાવણ માસના બીજા સોમવારે લોકોની ભીડ જોવા મળે છે.
કાબા ગાંધી નો ડેલો
રાજકોટ શહેર મહાત્મા ગાંધીએ તેમના પ્રારંભિક વર્ષો ગાળ્યા હતા તે સ્થળ માટે જાણીતું હોવાથી, કાબા ગાંધી નો ડેલોની મુલાકાત સૌથી મહત્વપૂર્ણ તેમજ લોકપ્રિય આકર્ષણોમાંનું એક છે. કાબા ગાંધી નો ડેલો અનિવાર્યપણે તે ઘર છે જ્યાં મહાત્મા ગાંધી તેમના પિતા રાજકોટના દિવાન હતા તે સમયગાળા માટે રહેતા હતા.
આ સ્થળ હવે એક સંગ્રહાલય છે જેમાં સચવાયેલી કલાકૃતિઓ અને ગાંધીજીના જીવનને દર્શાવતી ચિત્રાત્મક પ્રવાસ છે. એક એનજીઓ પણ મેદાનો પર વર્ગો ધરાવે છે. આ વર્ગો મુખ્યત્વે સીવણ અને ભરતકામના કામ પર આધારિત છે જે શીખવા માંગે છે. કાબા ગાંધી નો ડેલો ઘીકાંઠા રોડથી થોડે દૂર છે જે હંમેશા રાજકોટના જીવન અને સંસ્કૃતિથી ધમધમતો રહે છે, અને આ સરળ સંગ્રહાલયને શોધવું એક સરળ કાર્ય છે.
ઇશ્વરીયા પાર્ક
રાજકોટ નજીક આવેલા માધાપર ગામમાં ઇશ્વરીયા પાર્ક વિશાળ જગ્યામાં પથરાયેલા છે. અહીં નદીમાં બોટિંગ પર કરવામાં આવે છે. બાળકોના આકર્ષણ માટે અહીં ડાયનાસોર મુકવામાં આવ્યા છે. સાંજના સમયે અહીં ફોટોગ્રાફી કરવાની મજા આવે છે.અહીં ગોલ્ફ રમવાનું મોટું મેદાન છે. રાજકોટ થી સીટી બસ દ્વારા અહીં જઈ શકાય છે.
રણજીત વિલાસ પેલેસ
રાજકોટમાં વાંકાનેરમાં આવેલો ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ પણ જોવા જેવો છે. આ પેલેસમાં ઘણા પિક્ચર નું શૂટિંગ કરવામાં આવ્યુ છે. great grand masti સાઇટની હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા છે. આ પેલેસમાં વાકાનેર ના રાજા અમર સિંહે બંધાવેલ છે. આ પેલેસ કુલ 225 એકરમાં ફેલાયેલ છે. આ મહેલ વાંકાનેરમાં એક ટેકરી ઉપર હોવાથી શોભનીય છે. અહીં પેલેસના પ્રદર્શનમાં રાજવીઓની ઘણી પ્રાચીન ચીજો જોવા મળી આવે છે. જેમાં તલવાર, ભાલા, ઢાલ, બખતરો શામિલ છે.
રાજપરા વાઈલ્ડલાઇફ અભ્યારણ
રાજકોટ થી 50 કિમી દૂર આવેલું આ સ્થળ સૌથી મજેદાર છે. આ એક ગિરનાર જંગલ જેવું છે. અહીં તમે ગીરના સાવજો પણ જોઈ શકો છો. સિંહની સાથે દીપડા, હરણ સહિતનાં પ્રાણીઓ અહીં વસવાટ કરે છે. આ અભયારણ્યમાં કુલ ૧૩૦ જાતના પક્ષી છે. અહીં કુલ ૧૧ સિંહ છે.જો કે જંગલમાં જવા માટે વાંકાનેરના આરએફઓની મંજૂરી લેવી જરૂરી છે. અહિ ચોમાસામાં હરિયાળી સોળેકળાએ ખીલે છે. પ્રકૃતી પ્રેમીઓ માટે બેસ્ટ પ્લેસ છે.
ભિમૉરા ગુફા
રાજકોટના ચોટીલા થી થાન ની વચ્ચે ભીમોરા આવેલ છે. જ્યા ભીમ ની ગુફા છે. જેમાં ભીમ આવ્યા હોવાની દંતકથા પણ છે. અહીં ભીમનો પંજો પણ છે. આ એક ઐતિહાસિક જગ્યા હોવાથી ફોટોગ્રાફી કરવાની મજા આવે છે, પણ અહીં પહોંચવા માટે પ્રાઇવેટ સાધન જોશે. ભીમોરા થી થોડે દુર બાંડિયા બેલી જંગલ પણ આવેલું છે.
ઓસમ ડુંગર
રાજકોટ ના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ એક મીની માઉન્ટ આબુ છે. જેને ઓસમ ડુંગર થી ઓળખાય છે. અહી પ્રકૃતિપ્રેમી મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ ડુંગર ઉપર બ્રિટિશ રાજ વખતનો કિલ્લો પણ છે. એક દંતકથા મુજબ પાંડવોએ વનવાસ દરમિયાન અહીં વાસ કર્યો હતો. આ ડુંગર ઉપર આવેલા મંદિરમાં હિડિંબા નો હિંચકો, ભીમની થાળી પણ મોજુદ છે. ડુંગર પર રહેલાં શિવમંદિર મા આપોઆપ અભિષેક થાય છે, જેથી તેને ટપકેશ્વર ના નામથી પણ ઓળખવામાં આવે છે.
જ્યુબિલી ગાર્ડન
રાજકોટ શહેરની મધ્યમાં આ વિશાળ બગીચો માર્ગ પર વૃક્ષોથી શણગારેલો છે. આ સુંદર રીતે શણગારેલો બગીચો રાજકોટમાં એક દિવસીય પિકનિક સ્પોટ વચ્ચે એક આદર્શ સ્થળ છે. સરહદોની અંદર એક મનોરંજન પાર્ક સાથે, પાર્કમાં દિવસ પસાર કરવા માટે વિવિધ દુકાનો અને પ્રખ્યાત આકર્ષણો પણ છે.
રેસકોર્સ
રાજકોટ શહેરના મધ્યમાં આવેલા રેસકોર્સ મેદાનમાં સ્પોર્ટી વીકએન્ડ ગાળો. સૂર્યની નીચે રમતા રોમાંચક દિવસો રમવાનું આશ્ચર્યજનક સ્થાન છે કારણ કે મેદાન બાળકો માટે ઘણી પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. રાજકોટ નજીક એક દિવસની પિકનિક માટે, તે શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે.
દમણ અને દીવ
તમારે ગોવા જવાની જરૂર નથી, જ્યારે દમણ અને દીવ રાજકોટ નજીકમા તમને ગોવા જેવી જ પિકનિક સ્પોટ તરીકે સેવા આપે છે. આ મનોહર તટવર્તી સ્થળ તેના મુલાકાતીઓ માટે આકર્ષક આકર્ષણો ધરાવે છે. ચર્ચોથી માંડીને આસપાસના મનોરંજન ઉદ્યાનો સુધી, આ સ્થળે સપ્તાહના ઉત્તમ પ્રવાસ માટે ઘણું બધું છે.
તો મિત્રો આજે આપણે જાણ્યું રાજકોટની નજીક આવેલા બેસ્ટ પીકનીક માટેના સ્થળો વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોઇ તો કોમેન્ટ કરી જણાવજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરજો.