સુરત ના ફરવા લાયક 11 સ્થળો – Best Places to visit in Surat

નમસ્કાર મિત્રો, નમસ્કાર મિત્રો, જો તમે બહાર ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ કર્યો છે, તો સુરત થી એક બે કલાકના અંતરે આવેલા ફરવાલાયક સ્થળોની જાણકારી લેવી જરૂરી છે.જે જગ્યા પર વન ડે પિકનિક કરી ભરપૂર મજા લૂંટી શકો છો. તો ચાલો જાણીએ મિત્રો સુરત ના જોવાલાયક સ્થળો વિશે.

ગોપી તળાવ

ગોપી તળાવ

સુરત ના સૌથી ઐતિહાસિક એકમાત્ર તળાવ તરીકે ગોપી તળાવને સ્થાન મળ્યું છે. ગોપી તળાવ નવસારી દરવાજા તરીકે ઓળખાતા વિસ્તારમાં ઇ.સ. 1510 ની આસપાસ સુરતના ગવર્નર મલકે ગોપીએ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર 58 એકર જેટલો હતો. તળાવને 16 બાજુઓ અને ખૂણાઓ હતાં. જેમાંથી 13 બાજુઓ તળિયા સુધી પહોંચી શકે તેવા પગથિયાં વગરનો ઢાળ હતો.

તળાવની મધ્યમાં બકસ્થળ હતું અને તેની ઉપર શિવ મંદિર બાંધવામાં આવ્યું હતું. આ મંદિર સુધી પહોંચવા માટે ખાસ ગોળીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક સમયે તળાવમાંથી આખા શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતું. તળાવની પાળ ઉપર વાર-તહેવારે દોઢથી બે લાખ દિવડાની પ્રગટાવવામાં આવતા હતા. તળાવમાં એક ચતુર્મુખી વાવ પણ બનાવવામાં આવી હતી. તે પણ લોકો ની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવતી હતી. છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાએ ગોપી તળાવને ફરી એકવાર એતિહાસિક રૂપ આપવા કમર કસી છે.

નેચર પાર્ક

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલું પ્રાણીસંગ્રહાલય રજાઓના દિવસોમાં હરવા ફરવાનું સ્થળ છે. તાપી નદીના કિનારે 81 એકર વિસ્તારમાં પથરાયેલા નેચર પાર્કમાં તૈયાર કરવામાં આવેલું પ્રાણી સંગ્રહાલય અન્ય પ્રાણી સંગ્રહાલય કરતાં ચોક્કસ જ જુદું પડે છે. પ્રાણીઓને કુદરતી વાતાવરણથી દૂર કુદરતી માહોલ આપવાના ઇરાદાથી નેચર પાર્ક નું નિર્માણ કરવામાં આવ્યું છે.

સુરત ટેક્સટાઇલ માર્કેટ

એક સમયે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું પરંતુ આજે સુરતના કાપડ ઉદ્યોગ જે રીતે દેશ અને વિદેશમાં પ્રગતિ કરે છે તે જોતાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશમાં વસતા કોઈપણ વેપારીએ ચોક્કસ જ સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટની મુલાકાત લેવી પડે.

સુરત ટેક્સટાઇલ માર્કેટ એક વિશાળ વિસ્તાર નું રૂપ લઈ ચૂકી છે અને હજીયે મુખ્ય માર્ગ પર જગ્યા નહીં મળતા ખૂણેખાંચરે માર્કેટ ખુલી રહી છે. એક સમયે માત્ર સાડી માટે જાણીતા સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં હવે કપડાં થી બનતા દરેક ઉત્પાદનોનો જથ્થાબંધ ભાવે મળે છે. સવારે ૧૧ થી સાંજના પાંચ દરમિયાન આ વિસ્તારમાં વાહન ચલાવવું તે બહુ દૂરની વાત છે ચાલવું પણ મુશ્કેલ બને છે.

હીરા બજાર ડાયમંડ માર્કેટ

વિશ્વમાં મળતા દસમાંથી આઠ હીરા સુરતમાં કટિંગ અને પોલિશિંગ કરવામાં આવતા હોય છે. આ ઉદ્યોગ ભારતની વાર્ષિક નિકાસમાં આશરે ૧૦ મીલિયન યુએસ ડોલર રળી આપે છે. હાલમાં સૌરાષ્ટ્રના પટેલ અને પાલનપુરના જૈન સમાજના આધિપત્ય વાળા હીરા ઉદ્યોગની શરૂઆત માં ડચ વ્યાપાર વારસાની કડી છે.

એક સુરતી ઉદ્યોગ સાહસિકે ઇસ્ટ આફ્રિકાથી ડાયમંડ કટટર લાવીને સુરતમાં હીરા ઉદ્યોગ નો પાયો નાખ્યો હતો. આજે પણ દક્ષિણ આફ્રિકા ખંડના અન્ય વિસ્તારોમાંથી ધરતીના પેટાળમાં ઘણે ઊંડે થી કાઢવામાં આવેલા ઘસાયા વિનાના હીરા સફ્ટિકોચ તરીકે સુરત આવે છે અને અહીંથી ચળકાટ મારતા તૈયાર થતા હીરા આંતરરાષ્ટ્રીય હીરા વેપારના મથક એન્ટવર્પ બેલ્જીયમ પહોંચે છે. સુરતમા હીરા ઉદ્યોગની સાથે ઉદ્યોગકારોએ પણ કાઠું કાઢ્યું છે. આ વેપારને નજીકથી જોવા માટે સુરતના મહિધરપુરા હીરા બજાર, મીની બજાર, ફાઈવ-સ્ટાર હોટલ જેવી કંપનીઓ ચોક્કસ જ જોવી જોઈએ.

ડુમ્મસ

સુરતવાસીઓ માટે ડુમ્મસ સૌથી જાણીતું ફરવાનું સ્થળ છે. શનિ-રવિની રજા હોય કે પરિવાર સાથે ફરવા જવાની ઇચ્છા થાય તો સુરતવાસીઓને પહેલી પસંદગીનું સ્થળ જ ડુમસ હૉય અને સ્વભાવ પ્રમાણે ડુમસ ગયા પછી ગરમાગરમ ભજીયા ખાધા વિના તો કેમ પાછા અવાય? ડુમસના દરિયા કિનારો રળિયામણું હોવાના કારણે શનિ-રવિની રજામાં સૂરત અહીં ઊમટી પડ્યું હોય એવું લાગે એટલી હદે સહેલાણીઓની ભીડ જામે છે. અહીં થી સુરત શહેર માત્ર ૧૫ કિલોમીટરના અંતરે આવેલું છે.

હજીરા

હજીરા ગુજરાતના સુરત માં આવેલું એક ગામ છે. હજીરા સ્વાસ્થ્ય પ્રવાસન કેન્દ્ર છે. કારણ કે અહીંનું પાણી કુદરતી ખનીજ તત્વોથી સમૃદ્ધ છે પરંતુ તેની ભૌગોલિક અવસ્થાને કારણે આજે આ ગામ ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે. રિલાયન્સ પેટ્રોલ ને કારણે આજે હજીરા અદ્યતન નગર બની ગયું છે.

ઉભરાટ

જલાલપોરતાલુકાના ઉભરાટ ખાતે દરિયાકિનારો આવેલ છે. જ્યારે બારે માસ દર રવિવારે, મંગળવારે તેમજ તહેવારોના દિવસે પ્રવાસીઓની ભારે ભીડ હોય છે. જેઓ દરિયા કિનારા ના સૌંદર્યનો અનેરો લાભ મેળવે છે. ઉભરાટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ પાંચ તાલુકાઓ પૈકીના એક જલાલપુર તાલુકાનું મહત્વનું ગામ છે. ઉભરાટ દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારા પરનું માણવા જેવું સરસ મજાનો હવાખાવાનું સ્થળ છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દરમ્યાન અહીં રહેવા તેમજ જમવાની સુવિધા આપતું વિહારધામ ઊભું કરવામાં આવ્યું છે.

સુરતનો કિલ્લો

સુરતના ચોક બજાર વિસ્તારમાં તાપી નદી કાંઠે ઇ.સ.1540 માં સુરતના તે સમયનાં જાગીરદાર અને નાઝીમ ખ્વાજા સફર સલમાનની ઉર્ફે ઉદાવત ખાને પોર્ટુગીઝોના હુમલાથી શહેરના રક્ષણ માટે કિલ્લો બંધાવ્યો હતો. કિલ્લાની મજબુતાઇ માટે બે પથ્થરો ને લોખંડના પાટાઓથી જકડી ને તેની વચ્ચે સીસું રેડવામાં આવ્યું હતું.

કિલ્લા નો કુલ વિસ્તાર એકર હોવા છતાં ઇ.સ. 1573માં બાદશાહ અકબરને તેના ઉપર વિજય મેળવત એક મહિનો અને ૧૭ દિવસ થયા હતા. ઈ.સ ૧૭૫૯માં કિલો અંગ્રેજોના અધિકારમાં ગયા પછી તેની નૈઋત્ય દિશા તરફના બુરત ઉપર યુનિયન જેક અને અગ્નિ ખૂણાના બૂરજ ઉપર મુગલ નો ધ્વજ ફરકતો હતો. ૧૬મી સદી દરમિયાન બંધાયેલી અને આજ સુધી રહેલ ઇમારતોમાં કિલ્લો સૌથી પ્રાચીન અને ઐતિહાસિક ઇમારત છે.

સુરતનું મુગલસરાય

સુરતમાં હાલમાં મુગલીસરા તરીકે જાણીતા વિસ્તારમાં સુરતના કિલો હકીકત ખાને શહેરમાં પવિત્ર હજયાત્રા માટે આવતા જતા મુસાફરોની સગવડતા માટે ઈ.સ.1644 માં એક હુમાયુસરાય નામની ધર્મશાળા બંધાવી હતી. તે પછીથી મુગલસરાય તરીકે ઓળખાતી હતી.અહી ઉતરનારા હજયાત્રીઓ ઉપરાંત વિદ્વાનો, પવિત્ર પુરુષો, ગરીબોને કાર્યો પાસેથી ભાડા સ્વરૂપે કંઈ પણ લેવામાં આવતું ન હતું.

આ ઉપરાંત પાયગલના સિપાઈઓને આ ધર્મશાળામાં ઉતારો આપવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ઇ.સ. ૧૮૫૨ના એપ્રિલ મહિનાની 23મી તારીખે કલેકટર mister rogers’ સુરત ચતુરાઈ ની સ્થાપના કરી ત્યારે તેની ઓફિસ નાનપુરા પોસ્ટ ઓફીસમાં મકાનમાં રાખેલી હતી. ત્યારથી આજ સુધી અહીં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી કાર્યરત છે.

ક્લોક ટાવર

અડીખમ ઊભા રહી સુરતવાસીઓને સમય સાથે ઇતિહાસની યાદ તાજી કરાવતા ક્લોક ટાવર ની વાત પણ જાણવા જેવી છે. ઇ.સ. ૧૮૭૧માં ખાન બહાદુર બરજોરજી ફ્રેઝરે તેમના પિતા ની યાદગીરીમાં રૂપિયા 14 હજારના ખર્ચે ભાગળ પાસે કલોક ટાવર બંધાવ્યો હતો. એ સમયે આખા સુરત શહેરના કોઈ પણ ખૂણે થી જોઈ શકાતા ક્લોક ટાવર ની લંબાઈ 80 ફુટ રાખવામાં આવી હતી. કારણ કે એ સમય ક્લોક ટાવર શહેરની સૌથી ઊંચી ઇમારત હતી. એ સમયે શાંત વાતાવરણ ઘડિયાળ ના ટકોરા આખા શહેરમાં સાંભળી શકાતા હતા. તેમણે એમના સમયમાં સરકારી ઓફિસોમાં ખૂબ જ માન સન્માન મેળવ્યું હતું.

ડચ કબ્રસ્તાન

ડચ પ્રજાને ઇ.સ.૧૬૧૬માં સુરતમાં વેપારી કોઠી નાખવાની પરવાનગી મળી હતી. જેમાં વસવાટ દરમિયાન અવસાન પામેલી વ્યક્તિઓની અંતિમવિધિ માટે ડચ પ્રજાએ સુરતના કતારગામ દરવાજા નજીક ગુલામ ફળિયામાં વિસ્તારમાં અલગ કબ્રસ્તાન બનાવ્યું હતું.

આ કબ્રસ્તાનમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર બેરન ની કબર સૌથી મોટી અને સૌનું ધ્યાન ખેંચે તેવી બનાવવામાં આવી છે. બેરન નું અવસાન ઇ.સ. 1692 મા 15મી ડિસેમ્બર 58 વર્ષની વયે થયું. બેરનના મકબરામાં પ્રવેશતા સામેની દિવાલ પર વિશાળ કબર લેખ છે. જેમાં તેના હોદ્દાઓ અને મૃત્યુની તારીખ લખવામાં આવી છે. આ ઉપરાંત જુદા જુદા વિવિધ આકારો વાળી અનેક કબરો અહિ જોવા મળે છે. ડચ કબ્રસ્તાન ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

તો મિત્રો આ સુરત ના જોવાલાયક સ્થળો તો તમને મારો આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરો, કોમેન્ટ કરો.

Leave a Comment