હેલો મિત્રો, વર્ષોથી આપણા ઘરોમાં દિવેલનો ઉપયોગ અનેક સમસ્યાઓમાં કરવામાં આવે છે અને તેને આપણે સબ દુખો કી એક દવા તરીકે ઓળખીએ છીએ. દિવેલમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ રહેલા છે. દિવેલ સ્વાસ્થ્યવર્ધક પણ છે અને ત્વચા અને વાળ માટે પણ સારું છે. દિવેલ તાસીરે ગરમ, પચવામાં ભારે, ચીકણું, રોચક, વાત પિત્તનાશક અને કફકર છે. તેમાં દુર્ગંધ હોવાથી લોકો લેતા કંટાળે છે. ઘઉં-ચોખા વગેરેના દિવેલનો હાથ દઈ ભરી રાખવાથી બાર મહિના સુધી બગડતા નથી.
દિવેલ ના નામે પ્રચલિત તેલ એરંડા ના બીજ માંથી મેળવવામાં આવે છે. જેને એરંડ્યૂ પણ કહે છે. વિદેશમાં કેસ્ટર નામના ઉંદર જેવા પ્રાણી ના અંડ માંથી વિશિષ્ટ ગંધ વાળો તૈલી પદાર્થ મેળવવામાં આવે છે. જેનો વિવિધ રોગોના ઈલાજમાં પરંપરાગત ઉપયોગ થાય છે. એરંડામાં તેના જેવી જ ગંધ હોવાને કારણે તેને કેસ્ટ્રોલ કહેવાય છે.
દિવેલ એટલે ઉત્તમ સારક ઔષધ.
તો ચાલો દિવેલના કેટલાક ફાયદાઓ આપણે આ લેખમાં જોઈએ.
મોટાપો દુર કરવા
મિત્રો, જાડા લોકો ખાસ કરીને જેમના પેટ પર ચરબી જામી જાય છે તે લોકો લાખો પ્રયત્ન કરવા છતાં પેટની ચરબી ઓછી કરી શકતા નથી. આવા લોકો માટે એરંડીયા એક આશાનું કિરણ છે. એરંડાના મૂળિયાં જો તાજા મળી જાય તો તેના ટુકડા કરી લ્યો અને જો સુકા મુળીયા મળે તો તેને મોટા મોટી વાટી લો. અને તેની 20 ગ્રામ માત્રાને 400 સો ગ્રામ પાણીમાં ઉકાળો. જ્યારે ૧૦૦ ગ્રામ જેટલું વધે ત્યારે તેને ગાળીને તેમાં બે ચમચી એરંડિયું તેલ ભેળવી દો. વહેલી સવારે ખાલી પેટ અને રાત્રે સૂતા સમયે આનું સેવન કરવાથી પેટની ચરબી સમાપ્ત થઈ જાય છે. જો આનાથી કોઈ સમસ્યા થઈ જાય તો તેલની માત્રા ઓછી કરીદો.
ચશ્માના નંબર ઉતારવા અને મગજની ગરમી ઓછી કરવા
પગને તળિયે દિવેલ ઘસવાથી ફાયદો થાય છે. આંખમાં નિયમિત દીવેલ આંજવાથી આંખનું તેજ વધે છે અને ચશ્માંના નંબર ઘટે છે. પણ ખાસ ધ્યાન રાખવું કે દિવેલ શુદ્ધ હોવું જોઇએ અને હાથ સાફ સુથરા હોવા જોઈએ.
માથાના તેલ બનાવવામાં ઉપયોગી
મિત્રો, માથાનું તેલ બનાવવા દિવેલ પણ ઉમેરવું જોઇએ. જેથી વાળ લાંબા, કાળા અને ઘાટા થશે અને મગજને શક્તિ મળશે. બાળકોને જ્યારે મુંડન કરાવી એ ત્યારબાદ દિવેલ માથામાં લગાવવાથી વાળ કાળા અને ઘાટા આવે છે. થોડા વાળ ઊગી ગયા પછી દિવેલમાં કોપરેલ મિક્સ કરી લગાવવાથી વાળ ઝડપથી વધે છે.
માથું દુખતું હોય કે શરદી હોય તો ઉપયોગી
મિત્રો, માથું દુખતું હોય કે શરદી હોય તો નાકમાં ગરમ દિવેલ ના ટીપાં મૂકવાથી ફાયદો થાય છે.
પગ ના ચીરા માં રાહત
પગમાં ચીરા પડ્યા હોય તો ચીરા મા દિવેલથી માલિશ કરવી તેનાથી રાહત થાય છે.
દાઝ્યા ઉપર લગાવવાથી રાહત મળે
મિત્રો, એરંડીયાનું તેલ થોડા ચૂના સાથે ઘસીને હાથથી દાઝ્યા ઉપર લગાવવાથી તે તરત જ ભરાઇ જાય છે. એરંડિયાના પાંદડાનો રસ માં સરખા ભાગે સરસીયું તેલ ભેળવીને ચહેરા પર લગાવવાથી પણ લાભ મળે છે.
કબજીયાત માટે ઉપયોગી
મિત્રો, કબજીયાત માટે દિવેલ શ્રેષ્ઠ છે. બાળકો, વૃદ્ધો અને સગર્ભા માટે દિવેલનો જુલાબ ઉત્તમ છે. તેં આંતરડાં સુંવાળાં રાખે છે તમે રાતે સૂતા પહેલાં એક ચમચી દીવેલ પણ લઈ શકો છો તેનાથી મળ આવવામાં સરળતા રહે છે. એરણ નાં બીજ માંથી નીકળતું તેલ તેની ચીકાશ અને ગુણધર્મને કારણે આંતરડામાં જામી ગયેલા મળને બહાર કાઢે છે. દિવેલના સંપર્ક થી આંતરડાની અંદરની શ્લેષ્મ કલા પર કોઈ આડઅસર થતી નથી. પરંતુ આતરડા ની દિવાલ ની કાર્ય શક્તિમાં સુધારો થાય છે. આથી જ રેચક ગુણ ધરાવતાં દિવેલને મળ શુદ્ધિ માટે વાપરવામાં આવે છે.
૧૬ વર્ષથી ઉપરની વયના તરૂણો, યુવાનો સર્વેને દિવેલ ગરમ પાણી ત્રિફળા કે હરડેના કવાથ સાથે પીવડાવવાથી મળ શુદ્ધિ થવાની સાથે આંતરડાની કાર્યક્ષમતા સુધરે છે. નાના બાળકોને તેમની વય, વજન શકતી અને તકલીફને ધ્યાનમાં રાખી વૈદ દિવેલથી ઉપચાર સૂચવે છે.મળાશયમાં મળ જામી છે. સુકાયેલા મળ ને કારને મળ પ્રવૂતિ થતી ન હોય. મળપ્રવૃત્તિ દરમિયાન ઉદરમાં વેદના થવાથી બાળક રડતું હોય જેવી તકલીફોમાં મેડિકેટેડ કોટનને દિવેલમાં બોળી ગુદા પર હળવા હાથે લગાડવાથી બળતરા દુખાવો સોજામાં ફાયદો થાય છે.
સૂકી ઉધરસમાં રાહત
દિવેલમાં સહેજ સંચળ નાખી રોજ રાત્રે લેવું. તેનાથી સૂકી ઉધરસમાં રાહત થશે.
વાયુના રોગો માટે અસરકારક
મિત્રો, વાતારી જેવું સંસ્કૃત નામ ધરાવતું દિવેલ ખરેખર વાયુનું દુશ્મન છે. કબજિયાત, અપચો, આંખની નબળાઇ, નાડી તંત્ર અને અનિયમિતતા જેવી અનેક તકલીફોને કારણે કમરથી લઈને પગના અંગૂઠા સુધીની સાઈટીકા નવના દબાણથી થતો દુખાવો, કમર જકડાઈ જવી જેવી, સ્નાયુઓની નબળાઈ, સોજો, અકડાઈ જવું જેવી તકલીફમાં દિવેલ મા સુંઠ ઉમેરી ચાટી જઈ ઉપર દશમૂલ કવાથ અથવા ગરમ પાણી પીવાથી રાહત થાય છે. સાયટીકા, સ્નાયુની નબળાઇ જેવા રોગ માટે દિવેલ સસ્તુ અને અસરકારક ઔષધ છે. જો તેની યોગ્ય માત્રામાં અને વિધિ થી વાપરવામાં આવે તો તે ઉપયોગી છે. વાના રોગમાં અને ખાસ કરીને આમ વાતમાં રોજ સવારે બ્રશ કરીને દીવેલ સૂંઠ સાથે લેવું હિતકારી છે.
પેટ ના દુખાવા માટે
મિત્રો, લાંબા સમયથી પેટના દુખાવાથી પરેશાન હો તો એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી એરંડાનું તેલ અને થોડો લીંબુનો રસ નાખીને તેનું સેવન કરો. કેટલાક દિવસોમાં જૂનામાં જૂના પેટના રોગ દૂર થઇ જશે.
તલ, મસા માટે અસરકારક
મિત્રો, ચહેરા કે આખા શરીર ઉપર તલ, ધબ્બા કે ભૂરા ભૂરા ડાઘ હોય કે ગાલ કે ચામડી ઉપર નાની-નાની ગાંઠો, કડક ગોટલા નીકળે તો દિવસમાં બે કે ત્રણવાર સતત એરંડીયાનું તેલ નુ માલીશ કરવાથી ધીમે ધીમે બધું ઠીક થઈ જાય છે. એરંડાનું તેલ લગાવવાથી મસા ઢીલા થઈને ખરવા લાગે છે. એરંડા તેલ ને સવાર સાંજ એક બે ટીપા હલ્કા હાથથી મસા ઉપર ઘસવાથી એક કે બે મહિનામાં મસા પડી જાય છે.
ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે
મિત્રો, ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે દિવેલ ઉત્તમ છે. તમે તેને નાહતા પહેલાં લગાવીને અડધો કલાક રહેવા દેશો ત્વચામાં ચમક આવશે.
ઘૂંટણના દર્દમાં ઉપયોગી
સુતા પહેલાં 3 થી 7 ટીપા એરંડીયાનું તેલ નાભિ માં નાખવું અને એની આજુબાજુ દોઢ ઇંચ માં માલિશ કરવાથી ઘૂંટણના દર્દમાંથી ફાયદો થશે.
ચામડીના રોગોમાં લાભદાયી
ચુસ્ત કપડાં, ગરમી, પરસેવાને પરિણામે ચામડીમાં ફૂગનું સંક્રમણ, લાલાશ, ખંજવાળ જેવી ત્વચા સંબંધી સમસ્યામાં દિવેલ કુદરતી અસરકારક એન્ટિફંગલ એપ્લિકેશન છે. દિવેલમાં લીન્યોલેનીક ફેટી એસિડ માત્ર એક ટકા, લીનોલિક 4% સ્ટેરીંગ એક ટકા સાથે ૯૦ ટકા રિસીનોલીક એસિડ આર એ. જેને કારણે દિવેલને નેચરલ સ્ટેબિલિટી અને હાઈ સેલ્ફ લાઈફ મળે છે. જેથી વિવિધ કેમિકલમાં તો દિવેલ નું મહત્વ છે. તે સાથે તેનું રાસાયણિક સંગઠન આરોગ્યપ્રદ પણ છે.
આંખ નીચેની કરચલિયોને ઓછી કરવા.
મિત્રો, આંખ નીચેની કરચલિયોને ઓછી કરવા માટે દિવેલ લગાવવાથી ખૂબ ફાયદો રહે છે.
ટાલમાં વાળ ઉગાડવા માટે
ઉંદરી, એલોપેશિયા કે અન્ય કોઈ ઇન્ફેકશન, નબળાઈ જેવા કારણસર માથામાં ટાલ પડી હોય તેવી ત્વચામાં વાળ ના છિદ્રો ખોલી અને વાળ ઉગાડવા માટે જરૂરી એન્ટિ-ઇન્ફ્લેમેટરી ધરાવતા દિવેલને થોડું ગરમ કરી લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.
કમળા માટે
ગર્ભવતી સ્ત્રી અથવા કોઈપણ સામાન્ય વ્યક્તિને કમળો થઇ ગયો હોય અને પ્રારંભિક અવસ્થામાં જ એની ખબર પડી જાય તો ચારથી પાંચ ગ્રામ પ એરંડા વાટીને કાળો બનાવીને પીવડાવવું. આનાથી વધારે એરંડાના પાન નો રસ ૧૦ ગ્રામ સવાર-સાંજ પીવાથી કમળૉ દૂર થાય છે.
મરડામાં ઉપયોગી
મિત્રો, મરડાના દરદીએ રોજ દિવેલ લેવુ જોઈએ તેનાથી મરડો મટે છે.
પાયેરિયા નાં રોગ મા ઉપયોગી
એરંડિયાના તેલમાં કપૂર નું ચૂર્ણ મેળવીને દિવસમાં બેવાર નિયમિત રીતે પેઢાંની માલિશ કરતા રહેવાથી પાયેરિયા ના રોગમાં આરામ મળે છે.
તાવમાં રાહત
તાવ આવ્યો હોય ત્યારે પગના તળિયે દિવેલ ઘસવાથી તાવ ઉતરે છે.
પ્રસુતિ વખતે સહાયક
સગર્ભાને નવમો મહિનો બેસી જાય પછી રોજ એક ચમચી દિવેલ પીવું જોઈએ. દિવેલ ખાવાથી મળ નાં વેગ સાથે ગર્ભાશય પણ વેગીલું બની પ્રસાવ જલદી અને સરળતાથી થાય છે.
સ્તનપાન કરાવતી માતાઓ માટે
મિત્રો, સ્તનપાન કરાવતી માતાઓ ને છાતીમાં દુધનો ભરાવો થતાં ગાંઠ અને દુખાવો થાય છે. તો એરંડાના પાન ને તાવી ગરમ કરી શેક કરવાથી તેમા ફાયદો થાય છે.
નખ માટે
નખ વારંવાર તૂટી જતા હોય, શુષ્ક હોય, નખમાં ફંગલ ઇન્ફેક્શન હોય તેવા કિસ્સામાં પણ દિવેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે.
સૂકી ચામડી માટે
હાથની હથેળી, પગ ના તળિયા, લુખ્ખા થઈ જવા ચામડી ઉતરવી અથવા તો પગમાં બળતરા થતી હોય તેવી તકલીફ શિયાળા મા જ નહીં ગરમી ને લીધે ઉનાળામાં પણ થાય છે. તો આવી વ્યક્તિઓએ હાથ-પગમાં તેલનું માલિશ કરવાથી તેમને રાહત મળે છે.
ગઠિયા વા માટે
મિત્રો, પેટમાં ગઠીયા થઈ જાય છે. ગઠીયા માં એરંડા નું તેલ કબજિયાત દૂર કરવા માટે સેવન કરો તેનાથી આવ બહાર નીકળ છે અને ગઠિયા મા આરામ મળશે. ગોઠણ નો દુખાવો દૂર કરવા માટે એક ગ્રામ હરડે અને એરંડીનું તેલ સાથે સેવન કરવાથી રોગીના ગોઠણ નો દુખાવો દૂર થાય છે. 25ml એરંડ઼િયાનું તેલ રોજ સવારે સાંજે ખાલી પેટે પીવાથી ગઠીયા નો રોગ ઠીક થાય છે.
એપેન્ડીક્ષ માટે
એપેન્ડીક્ષની અંતિમ સારવાર શલ્યક્રિયા છે. પરંતુ આ રોગ ની પ્રારંભિક અવસ્થામાં જ એરંડા તેલની પાંચથી દસ ગ્રામ માત્રા દરરોજ દૂધ સાથે સેવન કરવામાં આવે તો શલ્યક્રિયા થી બચી શકાય છે એટલે કે ઓપરેશનથી બચી શકાય છે.
કૃમિ માટે
મિત્રો, પેટમાં કીડા હોય તો અંદાજે બેથી દસ ગ્રામની માત્રામાં એરંડાના પાનના રસનું સેવન કરો. ધ્યાન રાખો આના સેવનથી 15-20 મિનિટ પહેલા ગોળ ખાઈ લો. આ પ્રયોગથી કૃમિ પણ ઓછી થશે અને આંતરડામાં જો કોઈ સંક્રમણ થઈ ગયું હોય તો તે પણ દૂર થઈ જશે. અગાઉના સમયમાં ખાસ કરીને બાળકોને મળશુદ્ધિ સાથે પેટમાં ચૂંક કરમિયા કફનો ભરાવો દૂર કરવા માટે વડીલો નાની ચમચીમાં દિવેલ અને થોડું મધ કે સૂંઠ મેળવી અને બાળકોને પીવડાવતા.
તો મિત્રો આશા રાખું છું કે આજનો આ મારો લેખ વાંચ્યા પછી તમે દિવેલનો તમારા રોજિંદા જીવનમાં ઉપયોગ કરશો અને અને તમારા ફેમિલીને ફ્રેન્ડસર્કલમાં પણ તેને શેર કરશો. તો મિત્રો આજનો મારો લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરો કરીને જરૂર જણાવો.
નમસ્કાર સર.આ લેખ વાંચવા થી મને મારી જાણકારી વધારવામાં મદદ મળી.પાછલા ૩ મહિના થી હું રોજ રાત્રે ૧ ચમચી દિવેલ લઉં છું જેના કારણે મને ખુબ ફાયદો થયો છે તો શું લાંબાં સમય સુધી દરરોજ દિવેલ લેવા થી કોઈ નુકશાન થાય?