Facebook, instagram, whatsapp અને મેસેન્જર આ ચારે ચાર એપ્લિકેશન સોમવારે સાંજે એટલે 4 ઓક્ટોબરના દિવસે સાંજે ભારતમાં છ કલાક માટે બંધ થઈ ગઈ. એપ્લિકેશન બંધ કેમ થઈ ગઈ અને લોકો conspiracy theories કેવી ઉભી કરી રહ્યા છે ને એ તમે જાણવા માંગતા હોય તો ધ્યાનથી વાંચજો અમારી આ post ને.
આજે આપણે વાત કરવાના છીએ ફેસબુકના જે ઘણા બધા apps એક સાથે જ 6-7 કલાક માટે બંધ થઈ ગયા હતા ને એનું કારણ શું હતું અને અંતમાં મારી જોડે તમારા માટે બોનસ કન્ટેન્ટ પણ છે તો છેલ્લે સુધી જો જો તો મજા આવશે.
ફેસબુક અને તેના વપરાશકર્તાની સંખ્યા
Facebook ના એપ્લિકેશન ની વાત કરીએ તો 3.5 બિલિયન એટલે કે સાડા ત્રણ સો કરોડ યુઝર્સ ફેસબુક પાસે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ, oculus આ બધા અલગ અલગ એપ્લિકેશન્સમાં જે એપ્લિકેશન માં બધા જ યુઝર્સ એક બીજા જોડે વાતો કરે છે, ફોટો શેર કરે છે, પોલિટિકલ મેસેજ કરે છે, એકબીજાને ઓપિનિયન શેર કરે છે, ગમે તો લાઇક, રિએક્શન બધુ કરે છે અને એટલું જ ને businesses પોતાના પ્રોડકટની, પોતાની સર્વિસીઝની એડવર્ટાઈઝમેન્ટ પણ કરે છે.
આટલું જ નહીં આ બધા એપ્લિકેશનને યુઝ કરીને ઘણા બધા એપ્લિકેશન કનેક્ટ કરે છે લોકો ફેસબુક લૉગિન યુઝ કરીને. એપ્લિકેશન જ નહીં પોતાના ઘરે અલગ અલગ features અલગ-અલગ smart ડિવાઇસ એ પણ એપ્લિકેશનના માધ્યમથી કનેક્ટ કરેલા હોય છે એટલે basically facebook ની આ ecosystem છે ને એ ecosystem બહુ જ બધા લોકોના ઈન્ટરનેટ of થીંગ્સ માં વચ્ચોવચ સેન્ટ્રલ રોલ પ્લે કરે છે.
ફેસબુક ડાઉનની અસર
પણ 4થી ઓક્ટોબર 2021 ના દિવસે ભારતની વાત કરીએ તો આશરે સાડા આઠ પોણા નવ ની આજુબાજુ આપણે જોયું કે આ બધા જ apps જે facebook ecosystem હતા એ ધીમે ધીમે કરીને બંધ થઈ ગયા અને કશું જ એ અપડેટ કરતાં ન હતાં. એટલે લોકોએ પોતાના એપ ડીલીટ કરવાનો ટ્રાય કર્યો, ફોનને ફ્લાઇટ મોડમાં નાખવાનો ટ્રાય કર્યો, ફોન રીસ્ટાર્ટ કર્યા, એપ્સ રીઇન્સ્ટોલ કરવાની ટ્રાય કર્યા, ઘણા લોકોને apps રીઇન્સ્ટોલ થયા પણ નહી.
ત્યારે ખબર પડી કે આ પ્રોબ્લેમ એમના ડિવાઇસ નો નહીં, નેટવર્ક નો નહી, આ પ્રોબ્લેમ ડાયરેક્ટ facebook માંથી જ છે. Downdetector કરીને એક વેબસાઈટ છે જે આવી રીતે કોઈપણ એપ્સ કે વેબસાઇટ જો ડાઉન થાય છે ને તો તેની માહિતી આપણને આપે છે. ડાઉન ડિટેક્ટર એ કીધું કે આ ફેસબુક ની હિસ્ટ્રી નો સૌથી મોટો મોટો outage હતો.
10.6 મિલિયન યુઝર્સ રિપોર્ટ એ લોકોને અલગ-અલગ જગ્યાએથી આવ્યા હતા અને આટલો મોટો outage ફેસબુકે ક્યારે આ પહેલા અનુભવ કર્યો નથી. આની પેલા 2019 માં facebook માં outage આવ્યો હતો પણ એની સામે આ બહુ જ મોટો outage હતો. દુનિયાભરના લોકોને પ્રોબ્લેમ થઈ જશે ફેસબૂકના કારણે.
ફેસબુક અને તેની એપ્સ બંધ થવાનું કારણ
કારણ ની વાત કરીએ Faulty Configuration Changes આ હું નથી કેતો, ફેસબુકે પોતાના સ્ટેટમેન્ટમાં આપણને જણાવી છે. configuracion એટલે રૂપરેખાઓ ની જે રચના કરી હતી એમાં ચેન્જ કર્યા. basically જ્યારે પણ આપણે ફેસબુક ની કોઈપણ service એક્સેસ કરીયે, કોઇપણ ઈન્ટરનેટમાં કોઈપણ વસ્તુ એક્સેસ કરીએ છીએને તો એક DNS server હોય છે, Domain name server કરીને.
જેમાં આપણે જે નામ લખીએને એ નામને સર્વર ip એડ્રેસ માં કન્વર્ટ કરે અને પછી ઇન્ટરનેટમાં એ ફાઈલ ક્યાં પડી છે ને ત્યાં આપણને લઈ જાય. જેથી આપણે ત્યાં જવું એ તો આપણે સીધેસીધું configuration નાખેલું હોવું જોઈએ એ સર્વરમાં. facebook ના અલગ-અલગ એપ્લિકેશનના જેટલાં ડેટા સર્વર હતા જ્યાં હવે આપણે ફેસબુક કરવું છે તો આપણે ઇન્ટરનેટના માધ્યમથી ત્યાં પહોંચવું પડે તો.
આ બધા જ સર્વરની configuracion એક સાથે કોઈએ ચેન્જ કરી હતી. અને ફેસબુકના કહેવા પ્રમાણે કોઈની ભૂલથી આ ચેન્જ થઈ છે અને એટલે ઇન્ટરનેટથી જ આખુ ફેસબુક છૂટું પડી ગયું.
એટલે માની લો છ કલાક માટે ફેસબુક અને તેના દરેક એપ ઇન્ટરનેટ પર જ નથી. એ હતા ન હતા થઈ ગયા. facebook એ તો આપણને એવું જણાવ્યું કે છ કલાક માટે આ બધા જ facebook ના એપ્લિકેશન ઇન્ટરનેટ પરથી ગાયબ થઇ ગયા હતા ત્યારે કોઇપણ યૂઝર્સનો ડેટા compromise થયો છે એવું એમને એવિડન્સ નથી મળ્યું. એનો મતલબ facebook નથી પકડાતું કોઇનો data અત્યાર સુધી ક્યાંય બહાર leak ગયો છે. પણ છ કલાકમાં તમને તમારા જીવનમાં કેટલી શાંતિ મળી તી કે નથી મળી એ મને કમેન્ટમાં જરૂર થી જણાવજો.
કોણ છે Frances Haugen?

Frances Haugen કોણ છે? ફેસબુકમાં Frances Haugen એક એમ્પ્લોય હતા જે data scientist તરીકે 2019 માં facebook માં જોડાયા હતા. આ એક ગજબ theory છે જે મારે તમને કેવી છે.
Frances Haugen એ ઘણા બધા ડોક્યુમેન્ટ ફેસબુકમાંથી રિસર્ચના ડોક્યુમેન્ટ કોપી કર્યા છે. ફેસબુકમાંથી એ નીકળી ગયા છે અને ત્યાં whistleblower છે, whistleblower શું કરે તમને ખબર હશે ને કે કોઈ પણ organisation ની અંદર જો કોઈ ખોટી વસ્તુ થાય છે એ બહાર જઈને ઓથોરિટીને જાણ કરે જે Frances Haugen એ જાણ કરી છે.
Frances Haugen એ ઘણા બધા આક્ષેપો મૂક્યા છે ફેસબુક ઉપર જે સાબિત થવાની બાકી છે પણ આક્ષેપો આ પ્રમાણે છે કે instagram અગર ટીનેજર છોકરીઓ વાપરે છે ને તો તેના માટે માનસિક સ્થિતિ માટે બહુ જ ખરાબ છે એટલે જ બધા નથી કેતા કે instagram 18 વર્ષ પહેલા વાપરવું કોઈપણ વ્યક્તિ માટે બહુ સારી વસ્તુ નથી.
એના સિવાય જેટલીવાર facebook ને આ સવાલો થાય છે કે લોકોના હિત માટે એનો કોઈ ડિસિઝન કંપની ના હિત માટે? ત્યારે હંમેશાં કંપનીના હિતમાં ડિસિઝન લે છે. જ્યારે 3.5 billion લોકો કોઈ કંપનીના એપ્લિકેશન વાપરતા હોય તે કંપની પાસે ખૂબ જ વધારે પાવર હોય છે. પાવર એમનો અલગોરિધમ નો પાવર. અલ્ગોરિધમ એટલે આપણે આપણી ફિલ્ડમાં શું જોઈએ છે, પેલી પોસ્ટ કઈ દેખાય, બીજી કઈ દેખાય એનાથી આપણને ખબર પડે છે આપણે નક્કી કરે છે કે દુનિયા અત્યારે કેવી છે.
આપણને constantly નકારાત્મક પોસ્ટ દેખાડ દેખાડ કરે તો આપણને એવું લાગે દુનિયા નેગેટિવ છે. જ્યારે આપણને constantly એવું દેખાડે, hatrate (અપ્રિય) દેખાડે કે કોઈપણ એક બાજુની ideology દેખાડે ને તો આપણને એવું લાગે કે દુનિયા અત્યારે આવું જ વિચારે છે અને એટલે facebook બહુ જ મોટી મોરલ ઓથોરિટી હોવી જોઈએ facebook જોડે કે એમણે આપણને કેવી પોસ્ટ દેખાડવી જોઇએ.
અને એટલે જ Frances Haugen કહે છે કે આ જે facebook એ કર્યું છે ખોટું છે અને એમની પાસે ઘણા બધા રિસર્ચ પેપર્સ છે જે facebook એ જાતે રિસર્ચ કરાવી છે પણ એના ઉપર અમલીકરણ નથી થયો કે ફેસબુકની ઘણી બધી વસ્તુઓ ઘણી બધી પોલીસીજ લોકો માટે ખરાબ હોય છે.
હવે ચોથી ઓક્ટોબરે આ થયું અને પાંચમી ઓકટોબરે Frances Haugen ની પહેલી testimony હતી યુએસમાં કોંગ્રેસની સામે એટલે એ ત્યાં જવાના હતા. એની પહેલા આ છ કલાક નું outage થયું છે આ બન્ને વસ્તુ વચ્ચે કનેક્શન હોઈ શકે કે ન હોઈ શકે હવે એ તો આપણને ખબર નથી પણ આપણને એટલું ખબર છે કે હવે outage થયું એના લીધે ફેસબુકના share નો ભાવ આશરે પાંચ ટકા પડી ગયો હતો અને માર્ક ઝકરબર્ગ 7 billion dollar એમની મિલકત ઓછી થઈ ગઈ હતી.
આશા રાખું છું આજની આ પોસ્ટ માં મેં તમને ફેસબુક ની માહિતી આપી છે જે ગમી હશે. આવી જ નોલેજેબલ પોસ્ટ માટે અમારી વેબસાઇટ જોતા રેજો.