હેલો મિત્રો, મારા અને તમારા દરેક ઘરમાં બદામ અચુક ખવાતી હશે. ખાસ કરીને નાનપણમાં બાળકોને ખૂબ બદામ આપવામાં આવે છે. કારણ કે કહેવાય છે કે બદામથી માણસને યાદ શક્તિ સારી થાય છે.પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે બદામને પલાળીને ખાવાથી શું ફાયદા થાય છે. તેમજ તેને પલાળીને શુ કામ ખાવામાં આવે છે.
તમારા ઘરમાં વડીલો એ પણ કોઈ વખત કીધું હશે કે બદામ પલાળીને ખાવી જોઈએ. આ માત્ર આપણા સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. જો તમે બદામ પલાળીને ન ખાતાં હોવ તો આજથી જ પલાળીને ખાવાનું શરૂ કરી દો. વડીલો જ્યારે બદામ રાત્રે પલાળીને વહેલી સવારે ખાવાનું કહેતા હતા ત્યારે આપણે ભાગ્યે જ તેમની વાત માન્યા હોઈશું પણ અહીં પલાળી બદામ ખાવાના ફાયદા વિશે જાણશો તો અવશ્ય પલાળેલી બદામ ખાવાનું ચૂકશો નહીં.
રાત્રિના સમયે પલાળેલી બદામ વહેલી સવારે ખાવાથી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.બદામ મોટે ભાગે પર્વતીય વિસ્તારની અંદર થાય છે. આપણને દરેકને ખબર છે કે બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. બદામ ની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. જે આપણા શરીરને કાયમ માટે સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે. જો બદામને દરરોજ રાત્રે પાણીમાં પલાળી દેવા માં આવે અને ત્યારબાદ સવારે ઉઠ્યા બાદ ભૂખ્યા પેટે તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે.
બદામ ના ગુણધર્મ
ગુણોની દૃષ્ટિએ વાત કરવામાં આવે તો સામાન્ય રીતે બદામ ગરમ,ચીકણી, કફ અને વાત વિનાશક છે. ઘણા લોકો બદામને કાચી સીધી જ ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જ્યારે બદામને કાચી ખાવામાં આવે ત્યારે બદામ ની અંદર ટેનિન નામનું દ્રવ્ય રહેલું હોય છે. જે બદામમાં રહેલાં પોષક તત્વોને આપણા શરીરની અંદર શોષતા અટકાવે છે,પરંતુ જ્યારે બદામને પાણીમાં પલાળવામાં આવે ત્યારે બદામ ની અંદર રહેલું ટેનિન નામનું દ્રવ્ય પાણી સાથે ભળી જાય છે. જેથી કરીને જ્યારે પાણીમાં પલાળેલી બદામ સવારમાં ભૂખ્યા પેટે ખાવામાં આવે કે તરત જ બદામ ની અંદર રહેલાં બધાં જ પોષક તત્વો આપણા શરીરમાં સીધા જ પહોંચી જાય છે.
બદામ ખાવામાં મીઠી અને તેથી બંને પ્રકારની હોય છે. મીઠી બદામ ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બદામમાં વધારે માત્રામાં ન્યુટ્રીસન અને ન્યુમરલ્સ મળે છે. જેમ કે પ્રોટીન, ઓમેગા-૩ ફેટી એસિડ, ઓમેગા-6 ફેટી એસિડ, વિટામીન ઈ, કેલ્શિયમ અને ફોસ્ફરસ વગેરે વધારે માત્રામાં હોય છે.
પલાળેલી બદામ ના ફાયદાઓ
મિત્રો, બદામને રાત્રે પલાળીને રાખીને સવારે તેનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે અને તે કયા કયા ફાયદા થાય છે તે જાણીએ .
ડાયાબિટીસમાં ફાયદાકારક
મિત્રો, બદામનું સેવન કરવાના કારણે આપણા શરીરની અંદર બ્લડ શુગરનું લેવલ જળવાઈ રહે છે. જેથી કરીને ડાયાબિટીસની સમસ્યા વાળા લોકો માટે બદામ એક સર્વ શ્રેષ્ઠ ઔષધ સાબિત થઇ શકે છે. ખાલી પેટે પલાળેલી બદામ રોજ સવારે ખાવાથી શુગર લેવલને કંટ્રોલમાં રહે છે તેમજ ડાયાબિટીસનો ભયથી બચી શકાય છે.
વધતી ઉંમરની નિશાનીઓ દૂર કરશે
મિત્રો, પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલાં હોય છે. જે તમારી ત્વચાને કાયમી માટે સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી પલાળીને બદામનું સેવન કરવાના કારણે તમારા ચહેરા પર વધતી જતી ઉંમર ની નિશાનીઓ ઓછી થઈ જાય છે.
મસલ્સ મજબૂત બનાવવા
પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જે તમારા શરીરને પ્રોટીન ની જરૂરી માત્રા પ્રદાન કરે છે અને તમારા મસલ્સને એકદમ મજબૂત બનાવે છે.
હૃદયની બીમારીમાં ઉપયોગી
મિત્રો, પલાળેલી બદામ ખાવાના કારણે આપણા શરીરની અંદર જમા થયેલો કોલેસ્ટ્રોલ દુર થઈ જાય છે. જેથી કરીને આપણા શરીરની અંદર વધારાની ચરબી હોય તે દૂર થઈ જાય છે અને આથી જ આપણાં શરીરની અમુક નસો બ્લોક થતી અટકી જાય છે. જેથી કરીને આપણા હૃદય કાયમી માટે સ્વસ્થ્ય રહે છે.આપણે કાયમી માટે હૃદયની બીમારીઓથી દૂર રહી શકીએ છીએ.
પલાળેલી બદામ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે જે હાર્ટ પ્રોબ્લેમ થી બચવામાં મદદ કરે છે. બદામનું રોજ સેવન કરવાથી શરીરમાં આલ્ફા એચડીએલ એનું પ્રમાણ વધે છે જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરીને હૃદયના રોગોનો ખતરો ઓછો થાય છે.
પાચનશક્તિ વધારવા માટે
મિત્રો, બદામ ની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર રહેલા હોય છે અને આથી જ સવારમાં ભૂખ્યા પેટે જ્યારે પલાળેલી બદામ નું સેવન કરવામાં આવે તો આપણી પાચન શક્તિ વધે છે. જેથી કરીને આપણે પેટને લગતા અનેક પ્રકારના રોગોમાંથી છુટકારો મળે છે.
હેલ્થી સ્કિન માટે
રાત્રે પાણીમાં પલાળેલી બદામ નું સેવન કરવાને કારણે આપણી સ્કિન કાયમી માટે હેલ્થી રહે છે. કેમકે પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે. જે આપણા સ્કિનને લગતી સમસ્યાઓમાં મદદરૂપ સાબિત થાય છે અને આપણી સ્કિન ને કાયમી માટે હેલ્ધી રાખે છે.
કેન્સરમાં લાભદાયક
મિત્રો, પલાળેલી બદામ માં રહેલા ફલેવોનોઇડ્સ શરીરને કેન્સરથી બચાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
પ્રેગનેન્સીમાં ફાયદાકારક
પલાળેલી બદામ ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે પ્રેગનેન્સીમાં પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ગર્ભવતી મહિલાઓએ પલાળીને બદામનું સેવન જરૂરથી કરવું જોઈએ. બદામના સેવનથી તેના થનાર બાળકને nutrition મળે છે. જેના કારણે બંને સ્વસ્થ રહે છે.
મજબૂત દાંત માટે
મિત્રો, પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં ફૉસ્ફરસ નામનું તત્વ હોય છે જે તમારા દાંતને મજબૂત કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે તે તમારા મોં ને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
ઇન્ફર્ટિલિટી માટે
પલાળેલી બદામ ની અંદર ફોલિકએસિડ નામનું તત્વ હોય છે. જે તમારા શરીરની અંદર રહેલી ઇન્ફર્ટિલિટી ને વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
વજન ઓછું કરવા માટે
મિત્રો, નાસ્તાના મુકાબલામાં બદામના સેવનથી ભૂખ કંટ્રોલમાં રહે છે. જેનાથી તમે ઓવર ઈટિંગ નહીં કરી શકો. જેથી વજન કંટ્રોલ કરવા માટે ફાઇબર પ્રોટીન થી ભરપૂર બદામ ને તમારી ડાયટમાં જરૂરથી શામેલ કરો. જો તમે જાડાપણાથી પરેશાન છો તો વજન ઘટાડવા માટે પણ તમારા ડાયટમાં પલાળેલી બદામ નો સમાવેશ કરો. આમ કરવાથી તમને ઘણા સમય સુધી ભૂખ લાગશે નહીં અને વજન ઘટાડવામાં મદદરૂપ થશે.
યાદ શક્તિ વધારવા
10 ગ્રામ જેટલી બદામને પાણીની અંદર રાત્રે પલાળીને સવારે તેની છાલ ઉતારી અને 12 ગ્રામ જેટલા માખણ અને મિસરીની અંદર ભેળવી બે મહિના સુધી ખાવામાં આવે તો તેના કારણે કોઈ પણ બાળક ની યાદશક્તિ વધી જાય છે. સાથેસાથે મગજને કોઈ પણ પ્રકારની કમજોરી હોય તો તે પણ દૂર થઈ જાય છે. તબીબોનું માનવું છે કે રોજ સવારે ૪થી ૬ બદામ ખાવાથી તમારી મેમરી તેજ થાય છે, મગજ સ્વસ્થ રહેશે.
કોલેસ્ટેરોલમાં ફાયદો
મિત્રો, બદામમાં હાજર મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને વિટામિન ઇ ના કારણે શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને બ્લડમાં સારા કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો થાય છે.
તણાવ દૂર કરે
એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર બદામનું સેવન તણાવ દૂર કરવામાં મદદ કરે છે. તેને ખાવામાં દિમાગ રિલેક્સ થાય જેથી તમે તણાવથી બચી શકો છો. તે સિવાય તેનાથી ડિપ્રેશનની સમસ્યા પણ દૂર થાય છે.
મજબૂત હાડકા બનાવવામાં ઉપયોગી
કાચી બદામમા ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ગુણો હોય છે. જે હાડકાં અને દાંત માટે ફાયદાકારક હોય છે. બદામ દહીં અને ઓટમિલને બ્લેન્ડ કરીને રોજ તેનું સેવન કરવાથી હાડકા મજબુત થાય છે.
કબજિયાતમાં ફાયદો
મિત્રો, બદામમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે ભોજનનું પાચન કરવામાં મદદ કરે છે. ૪થી ૫ બદામનું સેવન કર્યા બાદ એક ગ્લાસ પાણી પીવાથી તમારી કબજીયાતની સમસ્યા દૂર થઈ જશે.
તો મિત્રો આજનો મારો આ લેખ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો અને તમારા પરિવાર અને મિત્રો સાથે અવશ્ય શેર કરજો.