{10 શ્રેષ્ઠ} તકમરીયા ના ફાયદાઓ – Subja Seed Benefits In Gujarati

નમસ્કાર દોસ્તો, ઉનાળામાં પડતી ગરમીમાં ઠંડક મેળવવા આપણે વિવિધ ઠંડા ખાદ્ય પદાર્થો પર મારો ચલાવતા હોઈએ છીએ. જેવા કે આઈસ્ક્રીમ, બરફનો ગોળો, વિવિધ ફળોના જ્યૂસ, ફાલુદા વગેરે.આ બધામાં નાના-મોટા બધાને જ ફાલુદા તો પસંદ હશે જ ને ખાધા પણ હશે.જેલી, ઠંડુ ફ્લેવર દૂધ સાથે આઈસ્ક્રીમની મજામાં ફાલુદા માં વપરાતા જેલી જેવા બી તો યાદ હશે જ. તે જેલી જેવા બી એટલે આપણા તકમરીયા.

તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મ તેમ જ ઓમેગા, ફેટી એસિડ, ફાઇબર પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ આયર્ન જેવા વિટામિન ને કારણે તેની ગણના સુપરફૂડ તરીકે કરવામાં આવે છે. મિત્રો તકમરીયા બીજું કંઈ નહિ પણ basil seed છે.

તકમરીયા ના ફાયદાઓ

મિત્રો આજના આપણા લેખમાં આપણે તકમરીયા ના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ.

પાચન સુધારે છે

તકમરીયા માં રહેલા ફાઇબર પાચન તંત્ર સુધારવામાં મદદ કરે છે. તેમ જ તેનાથી પાચન ક્રિયા ઝડપી થાય છે. તકમરીયા ડિટોક્સીફિકેશન તેમજ ઝેરી તત્વોને શરીરમાંથી બહાર ફેંકવામાં પણ મદદ કરે છે. દરરોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ચમચી ઘી નાખી વાપરવાથી પાચન સુધરે છે.

એનિમિયા માટે રામબાણ ઈલાજ છે

મિત્રો, એનીમિયા એટલે શરીરમાંના રક્તકણોની એવી સ્થિતિ જેમાં તેઓ શરીર માટે પૂરતું ઓક્સિજનનું પરિવહન કરવામાં અક્ષમ બને છે. જે શરીરમાં અનેક સમસ્યા ઊભી કરે છે. આ પરિસ્થિતિ અનેક કારણોથી પેદા થઈ શકે છે. પરંતુ મુખ્યપણે શરીરમાં આયનની ઉણપથી થતી હોય છે. આ એનિમિયા સામે તમે સુપર nutrition થી ભરપુર એવા તકમરીયા ની મદદથી લડી શકો છો. કારણકે તકમરીયા આયર્નથી ભરપૂર છે. તેનાથી બ્લડ કાઉન્ટ પણ વધે છે. બે ચમચી બી થી દરરોજ ની જરૂરિયાત નું 12% આયર્ન શરીરને મળી રહે છે.

ઊર્જા પૂરી પાડે છે

મિત્રો, તકમરીયા પ્રોટીનથી ભરપૂર હોવાથી શરીરમાં ઉર્જા ઉત્પન થાય છે. વધારામાં તે વિવિધ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાથી એ તમને આખો દિવસ સફૂરતિયમય રાખવાની સાથે તમારા શરીરનું મેટાબોલિઝમ રેટ પણ વધારે છે. એક અભ્યાસ મુજબ તકમરીયા ના રોજિંદા વપરાશની કોઈ સાઈડ ઈફેક્ટ વિના તમારી પરફોર્મન્સમાં સુધારો આવે છે.

બ્લડશુગરને નિયંત્રિત કરે છે

મિત્રો, એક સર્વે મુજબ તકમરીયા માં રહેલ પ્રોટીનને કારણે કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટસ ના પાચનની ક્રિયા મંદ પડે છે. જે ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. તેમજ તકમરીયા લોહીમાં ફેટ અને કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર નું રિસ્ક ઘટે છે. રોજ એક થી બે
ચમચી તકમરીયા ખાવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

વજન ઘટાડે છે

વજન ઘટાડવા માટે રોજિંદા જીવનમાં તકમરીયા નો સમાવેશ એ સારી બાબત છે. ખૂબ પ્રમાણમાં ફાઈબર હોવાથી તકમરીયા ને પાણીમાં ભીંજવતા તે જેલવાળા બી માં પરિવર્તિત થાય છે. જે આકાર અને વજનમાં પણ વધે છે. તેનાથી પેટ જલ્દી ભરાય છે અને ઓછું ખવાય છે. તે સાથે જ તકમરીયા માં રહેલ પ્રોટીન પણ ખોરાક ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે જરૂરી ફેટીએસિડ મેટાબોલિઝમ વધારે છે, જેથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. સલાડ, સૂપ કે કોઈ શાકભાજી સાથે ભેળવીને રોજિંદા જીવનના ખોરાકમાં તકમરીયા નો સમાવેશ કરી શકાય છે.

એજિંગ પ્રોસેસ મંદ કરે છે

તકમરિયા એક સારું એન્ટિ એજિંગ ફ્રૂટ છે. જે ત્વચા, વાળ અને નખ નું સૌંદર્ય વધારે છે. તેમાં રહેલું ઓમેગા-૩ એસિડ. ત્વચાની સમસ્યાને નિવારી ને ત્વચાને પોષણ આપે છે.

મૂળ ડિસઓર્ડર થી રાહત આપે છે

તકમરીયા માં રહેલા ઓમેગા-3 એસિડ ડિપ્રેશન તેમ જ મૂડ ડિસઓર્ડર સામે લડવામાં મદદ કરે છે. માટે જ ડિપ્રેશન, બાયપોલર, ડિસઓર્ડર તેમજ અન્ય મૂળ અને બિહેવિયરલ ડિસઓર્ડર થી પીડિત લોકોના રોજીંદા ખોરાકમાં તકમરીયા નો સમાવેશ કરવો જોઈએ. તે સિવાય પણ તકમરીયા નો ઉપયોગ કરવાથી મગજ ની શક્તિ મળે છે અને એકાગ્રતા વધે છે.

ઓસ્ટીઓપોરોસીસ થી રક્ષણ આપે છે

તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ પ્રોટીન ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. જે હાડકાં અને બટકતા અટકાવે છે અને ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો ઘટાડે છે. આ સિવાય આ બિ મા રહેલા ઓમેગા-3 એસિડ થી બોનમિનરલ ડેન્સિટી વધે છે. સાંધાના દુખાવા, આર્થરાઇટિસ વગેરેમાં પણ તે રાહત આપે છે.

હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે

મિત્રો, તકમરીયા હૃદય માટે સારા હોય છે. ઓમેગા-3 અને ઓમેગા-6 એસિડ થી લોહીમાં ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે અને સારા કોલેસ્ટરોલનું પ્રમાણ વધે છે. આ સિવાય લોહિવાહિની જમા થયેલા પ્લાન્ટને ઘટાડે છે, જેથી તમને હાઈ બ્લડપ્રેશરમાં રાહત મળે છે. આમાં રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ હૃદયને સ્વસ્થ રાખે છે અને હૃદયના રોગો અને સ્ટ્રોકના ખતરાને ઘટાડે છે.

મગજ ની કાર્યપ્રણાલી સુધારે છે

મિત્રો, મગજ ની કાર્યપ્રણાલી સારી કરી યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે. ઓમેગા થી મગજની નસો માં જમા થયેલ પ્લાન્ટને સાફ કરે છે, જેથી મગજ સારી રીતે કામ કરે છે.

તકમરીયા નો કઈ રીતે ઉપયોગ કરી શકાય

મિત્રો હવે આપણે જોઈએ કે તકમરીયા ને અલગ અલગ વસ્તુઓ સાથે કઈ રીતે ઉપયોગ કરી શકાય છે.

તકમરીયા અને પાણીનું સેવન કરવાની રીત

મિત્રૉ, તકમરીયા અને પાણી ને તમારા ડાયટમાં સામેલ કરો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

તકમરીયા નું પાણી બનાવવા માટે ચોથા ભાગના તકમરીયા અને ચાર કપ પાણી લઈ આ પાણીમાં તકમરીયા ને એક કલાક પલાળી રાખો પછી તેમાં સ્વાદ અનુસાર લીંબુ કે સંતરાનો રસ નાખીને પી શકાય છે.

તકમરીયા નું સેવન સલાડમાં

મિત્રો, પાણી પછી ઘણા લોકો તેમના ડાયટ પ્લાનમાં જે સલાડ નું સેવન કરતા હોય છે, તે સલાડમાં ઉપરથી તકમરીયા ઉમેરીને પણ તેનું સેવન કરી શકાય છે.

તકમરીયા અને દહી નું સેવન

મિત્રો, વજન ઘટાડવા માટે દહી બેસ્ટ છે. દહી તકમરીયા નાખીને સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. ઘણા લોકોને દહીં સાથે તકમરીયા નાખીને સેવન કરવાનું પસંદ હોય છે અને અધકચરા પીસી ને દહીં નાખવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.

તકમરીયા થી થતા નુકશાન

મિત્રો, તકમરીયા ના ફાયદા જાણવા ની સાથે સાથે તકમરીયા થી થતા સાઇડ ઇફેક્ટ અથવા તો તેનો વધુ ઉપયોગ થી થતા નુકશાન વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. તો તેના વિશે આપણે ચર્ચા કરીએ.

વધારે પડતું કોઈ પણ વસ્તુનું સેવન કરવું સેહત માટે નુકસાનકારક જ હોય છે અને અપૂરતી જાણકારી પણ મહત્વનો ભાગ ભજવે છે. એવી જ અપૂરતી જાણકારી અને વધારે સેવનના કારણે તકમરીયા અમુક નુકસાન થઈ શકે છે જે આ પ્રમાણે છે.

  • લો બ્લડપ્રેશર વાળી વ્યક્તિ એ તકમરીયા નું સેવન પ્રમાણસર કરવું જોઈએ અથવા ડોક્ટરની સલાહ લઈને કરવું જોઈએ.
  • વધારે પ્રમાણમાં ફાઇબર યુક્ત ખોરાકનું સેવન કરવાથી પેટમાં ગરબડ થઈ શકે છે અને તકમરીયા માં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે, માટે લિમિટમાં તેનું સેવન કરવું જોઈએ.
  • તકમરીયા ને ખાતા સમયે ધ્યાન રાખવું કે તે ગળામાં ભરાઈ ન જાય નહિતર ગળા ને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
  • હૃદયના વિશેષજ્ઞો સૂકા અને કાચા તકમરીયા ને ન ખાવાની સલાહ આપે છે. તકમરીયા ને હંમેશા પલાળીને ફૂલે એટલા પ્રમાણસરના પાણીમાં પલાળીને જ ખાવા યોગ્ય છે.
  • બહુ પ્રમાણમાં તકમરીયા ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવનાઓ પણ હોય છે.
  • ડાયાબિટીસવાળા વ્યક્તિઓએ પણ તકમરીયા નો ઉપયોગ કરતાં પહેલાં એકવાર ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

તો મિત્રો આશા રાખું છું કે આજનાં આ લેખ નાં વાંચન પછી તમને તકમરીયા ના ફાયદા વિશે ઉપયોગી માહિતી મળી ગઇ હશે. જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર મા અવશ્ય શેર કરો.

Leave a Comment