RAR ફાઇલ શું છે અને તેને કેવી રીતે ખોલવી?

તમે RAR ફાઈલો નો ઉપયોગ ત્યારે જ કરો છો,જ્યારે તમે કોઈપણ કોમ્પ્યુટર સોફ્ટવેર ડાઉનલોડ કરો છો. File Sharing Websites કેટલીક વખત તેમની ફાઇલોને RAR ફાઇલમાં રાખે છે, જેથી તેઓ તેની Size ઓછી કરી શકે, જેના કારણે તમે તેને ઝડપથી ડાઉનલોડ કરી શકો. કેટલીક RAR ફાઇલોને કેટલાક ભાગોમાં વહેંચવામાં આવે છે, જે ટ્રાન્સમિશન સરળથી થઈ શકે.

તેનાંથી ડાઉનલોડ સમય પણ ઘટે છે. આપણે RAR ફાઇલોને પાસવર્ડથી લોક પણ કરી શકીએ છીએ, જેથી જ્યાં સુધી તમને તેનો પાસવર્ડ ખબર નથી ત્યાં સુધી તેને ખોલી શકશો નહીં.

RAR ફાઈલો આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ધારો કે તમારો કોઈ મિત્ર તમને ઘણી બધી ફાઇલો મોકલવા માંગે છે, આપણને ખબર છે કે મિત્ર આપણને ઘણી વાર ઘણાં બધા ફોટા મોકલતા હોય છે. જો તે તમને બધાં ફોટા મોકલ છે તો તમારે બધા ફોટા ડાઉનલોડ કરવા પડશે, તેથી તમારો મિત્ર તમામ ફોટા એક RAR ફાઈલમાં રાખશે અને તે 1 ફાઈલ જ તમારી સાથે શેર કરશે તો તમારે એક જ file મા બધાં ફોટા આવી જશે અને ડાઉનલોડ કરવામાં પણ સરલ થઈ જશે.

RAR ફાઇલ ખોલ્યા પછી, તમે તેની અંદરનો ડેટા Extract કરી શકશો અને તે પછી તમે આ RAR ફાઇલનો ઉપયોગ તે જ રીતે કરી શકશો જેમ તમે તમારા કમ્પ્યુટરમાં અન્ય ફાઇલોનો ઉપયોગ કરો છો.

RAR FILE ખોલવા માટે નાં શ્રેષ્ઠ 7 સોફ્ટવેર

એક વાત તો પાક્કી છે કે કયારેક તો તમારે ફોનમાં RAR ફાઇલો ખોલવાની જરૂર પડશે, ખાસ કરીને જ્યારે તમે ઇન્ટરનેટ પરથી ફાઇલ ડાઉનલોડ કરો. તેથી તમારા એન્ડ્રોઇડ ફોનમાં સારી એપ કે સોફ્ટવેર હોવું ખૂબ જ જરુરી છે. તેથી જ અહીં અમે તમને 7 શ્રેષ્ઠ RAR ફાઇલ ખોલવા માટેની App અને Software વિશે જણાવી રહ્યાં છીએ.

ZArchiver

ZArchiver, ZDevs દ્વારા બનાવવામાં આવ્યું છે, અને તે એક શક્તિશાળી સોફ્ટવેર છે.જે ખૂબ જ સરળ ઇન્ટરફેસ ધરાવે છે અને તેનો ઉપયોગ તમામ પ્રકારના વપરાશકર્તાઓ દ્વારા કરી શકાય છે. ZArchiver સાથે RAR, 7Z, ZIP, RAR5, ISO, TAR, XZ અને અન્ય ઘણી પ્રકારની ફાઇલોને ડીકમ્પ્રેસ કરી શકાય છે.

ZArchiver નો ઉપયોગ કરીને, તમે 7Z, ZIP, BZIP2, TAR અને GZ વગેરે જેવી ઘણી પ્રકારની ફાઇલો બનાવી શકો છો. આ સોફ્ટવેર થી તમે Compressed ફાઇલો પણ ખોલી શકો છો, Archive ને Edit કરી શકો છો અને તેની સાથે બીજી ઘણી વસ્તુઓ કરી શકો છો.

ZArchiver નો ઉપયોગ તમે મફત મા કરી શકો છો.

ZArchiver વિશે અમને શું ગમ્યું?

  1. તે ડાઉનલોડ કરવા માટે સંપૂર્ણપણે મફત છે.
  2. બધી સુવિધાઓ Ads વગર ઉપલબ્ધ છે.
  3. ફાઇલોને ઘણી સારી રીતે compressed કરી શકે છે.

અમને ZArchiver વિશે શું ન ગમ્યું?

  1. એક સાથે અનેક ફાઇલો Extract કરી શકાતી નથી.

RAR

RAR ને RARLAB દ્વારા બનાવવામાં આવી છે, અને તે એક સંપૂર્ણપણે કામ કરતી એપ્લિકેશન છે જે RAR અને ZIP ફાઇલોને ખૂબ જ ઝડપથી બનાવી શકે છે.

RAR અન્ય ઘણી પ્રકારની ફાઇલો જેમ કે 7Z, GZ, ZIP, RAR, TAR, BZ2 વગેરે Extract કરી શકે છે. આ એપમાં રિપેર કમાન્ડ પણ આપવામાં આવ્યો છે, જેથી Damaged ફાઇલોને ઠીક કરી શકાય.

RAR નો ઉપયોગ સંપૂર્ણપણે મફત છે. આ એપનું એડ-ફ્રી વર્ઝન વાપરવા માટે, તમારે તેને પેઇડ પ્લાનમાં અપગ્રેડ કરવું પડશે.

RAR વિશે અમને શું ગમ્યું?

  1. તે મલ્ટી કોર્સનો ઉપયોગ કરે છે.
  2. તેનું કાર્ય ખૂબ જ સરળ અને ખૂબ જ ઝડપી છે.
  3. Damaged RAR ફાઈલોનું સમારકામ કરી શકે છે.

RAR વિશે અમને શું ન ગમ્યું?

જૂના એન્ડ્રોઇડ વર્ઝનમાં, તે ક્યારેક ચોંટી જાય છે.

ALZip

ALZip થી આપણે Archive અને File Management બંને કરી શકીએ છીએ. અને આ સાથે આપણે ફાઇલો ખોલી શકીયે, સંપાદિત કરી શકીયે, સાચવી શકીયે, નામ બદલી શકીયે અને કાઢી પણ શકીએ છીએ.

આ એપ ઘણા પ્રકારની ફાઇલોને Extract કરી શકે છે. જેમ કે – ZIP, RAR, 7Z, ALZ, TAR, EGG વગેરે. ALZip કોઈપણ ફાઇલો અને ફોલ્ડર્સને ZIP, ALZ અને EGG ફાઇલોમાં પણ Extract કરી શકે છે.

ALZip ડાઉનલોડ અને ઉપયોગમાં સંપૂર્ણપણે મફત છે. આ એપમાં એન્ડ્રોઇડ 5.0 અને તેનાથી ઉપરનાં વર્ઝનને સપોર્ટ કરે છે.

અમને ALZip વિશે શું ગમ્યું?

  1. તેનું યુઝર ઇન્ટરફેસ એકદમ સરળ અને એકદમ શક્તિશાળી છે.
  2. આમાં ફોટો અથવા ઇમેજને બેકગ્રાઉન્ડ સાથે કસ્ટમાઇઝ કરી શકાય છે.
  3. ડ્રેગ એન્ડ ડ્રોપની સુવિધાઓ આમાં આપવામાં આવી છે.

ALZip વિશે આપણને શું ન ગમ્યું?

  1. 4 GB થી મોટી ફાઇલો Extract કરી શકાતી નથી.

7Zipper

7Zipper બિલ્ટઈન Archive સપોર્ટ સાથે File Manager એપ્લિકેશન છે. 7Zipper ઘણા પ્રકારના ફાઇલ ફોર્મેટને પણ ડીકમ્પ્રેસ કરી શકે છે જેમ કે – RAR, ZIP, ALZ, EGG, TAR, TAR.GZ, TAR.BZ2 વગેરે.

આ સાથે, ZIP, 7Z અને JAR ફાઇલોને પણ આ એપથી Compress કરી શકાય છે. ફાઇલો 7Zipper મા કોપી કરી શકાય, પેસ્ટ, મૂવ, નામ બદલી, ડિલીટ અને એડિટ કરી શકાય છે.

7Zipper ડાઉનલોડ અને ઉપયોગ સંપૂર્ણપણે મફત છે. આ એપમાં એન્ડ્રોઇડ 4.0 અને તેનાથી ઉપરનાં વર્ઝન સપોર્ટેડ છે.

અમને 7Zipper વિશે શું ગમ્યું?

  1. તેમાં ઘણી સુવિધાઓ આપવામાં આવી છે.
  2. તેમાં છબી અને ટેક્સ્ટ બંને માટે સપોર્ટડ છે.

અમને 7Zipper વિશે શું ન ગમ્યું?

  1. આમાં અપગ્રેડ કરવા અથવા ads દૂર કરવાનો કોઈ વિકલ્પ નથી.

Solid Explorer File Manager

Solid Explorer File Manager એ ફીચર-પેક્ડ ફાઇલ મેનેજમેન્ટ એપ્લિકેશન છે. જે RAR, ZIP અને TAR ફાઇલોને Read અને Extract કરી શકે છે. અને સાથે મળીને તે પાસવર્ડ-સુરક્ષિત Zip Archives પણ બનાવી શકે છે.

તમે પ્રથમ 14 દિવસો માટે Solid Explorer File Manager નો મફત ઉપયોગ કરી શકો છો. તે પછી તમારે $ 2.99 મા અપગ્રેડ કરવું પડશે. આ એપમાં એન્ડ્રોઇડ 4.1 અને તેનાથી ઉપરનાં વર્ઝન સપોર્ટેડ છે.

Solid Explorer File Manager વિશે અમને શું ગમ્યું?

  1. તેનું યુઝર ઇન્ટરફેસ ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવ્યું છે.
  2. આમાં સંપૂર્ણ RAR અને Zip સપોર્ટ આપવામાં આવ્યો છે.
  3. તે તમારી ફાઇલો અને ફોલ્ડર્સને પાસવર્ડથી સુરક્ષિત કરે છે.
  4. આમાં ઘણા કસ્ટમાઇઝેશન વિકલ્પો આપવામાં આવ્યા છે.

Solid Explorer File Manager વિશે અમને શું ન ગમ્યું?

Solid Explorer File Manager નો મફત મા ઉપયોગ કરી શકાતો નથી.માત્ર 14 દિવસ સુધી જ થઈ શકે છે.

BI Archiver

BI Archiver ઝડપી અને સરળ ફાઇલ અનઝિપિંગ અને એક્સટ્રેક્ટિંગ પ્રદાન કરે છે. અહીં આપણે 37 પ્રકારની ફાઇલોને ડિકમ્પ્રેસ કરી શકીએ છીએ, જેમાં RAR, ZIP, B1, 7Z ની સાથે અન્ય ઘણા પ્રકાર નો સમાવેશ થાય છે. અહીં ફાઇલ મેનેજમેન્ટની સુવિધા પણ આપવામાં આવી છે, તેની સાથે કોપી, પેસ્ટ, ડિલીટ, નામ બદલવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આ એપ ડાઉનલોડ અને ઉપયોગ કરવા માટે એકદમ મફત છે, પરંતુ જાહેરાતો વગર તેનો ઉપયોગ કરવા માટે તમારે $ 1.99 ચૂકવવા પડશે.

અમને BI Archiver વિશે શું ગમ્યું:

  1. RAR અને તેની સાથે 36 અન્ય ફોર્મેટને ડીકમ્પ્રેસ કરી શકાય છે.
  2. 30 થી વધુ ભાષાઓ મા ઉપયોગ કરી શકાય છે.
  3. પાસવર્ડથી સુરક્ષિત ફાઇલો Extract કરી શકાય છે.

અમને BI Archiver વિશે શું ગમ્યું નથી:

  1. જાહેરાતોને દૂર કરવા માટે, તમારે આ એપ્લિકેશનમાં અપગ્રેડ પ્લાન નો ઉપયોગ કરવો પડશે.

WinZip

તમે WinZip નું નામ તો સાંભળ્યું જ હશે. કારણ કે તે ડેસ્કટોપ માટે ખૂબ જ લોકપ્રિય છે. એન્ડ્રોઇડની WinZip એપમાં તમામ પ્રકારની ફાઇલોને Extract કરી શકાય છે, જેમાં RAR, ZIP, ZIPX, 7Z અને ઘણી વધુ ફાઇલોનો સમાવેશ થાય છે. અને તે સરળતાથી મોટી ફાઇલોને પણ Compress કરી શકે છે. WinZip એપ્લિકેશન અન્ય એપ્લિકેશન્સથી અલગ છે. કારણ કે તેમાં ગૂગલ ડ્રાઇવ અને ડ્રોપબોક્સનું ખૂબ જ સારું સંયોજન છે, જેથી વપરાશકર્તાઓ તેમની ફાઇલોને સરળતાથી ડાઉનલોડ, ઇમેઇલ અને મેનેજ કરી શકે.

આ એપ ડાઉનલોડ અને ઉપયોગ કરવા માટે એકદમ મફત છે, પરંતુ જાહેરાતો વગર તેનો ઉપયોગ કરવા માટે તમારે $ 1.99 ચૂકવવા પડશે.

WinZip વિશે અમને શું ગમ્યું:

  1. તેનું ઇન્ટરફેસ ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવ્યું છે.
  2. આમાં તમે ફાઇલો extract કરી શકો છો, અને પછી તેમને Google Drive અથવા Dropbox પર અપલોડ કરી શકો છો.

WinZip વિશે અમને શું ગમ્યું નથી:

  1. આ એપ્લિકેશનની વિશેષ સુવિધાઓ માટે, તમારે આ એપ્લિકેશનના પેઇડ વર્ઝનનો ઉપયોગ કરવો પડશે.

Leave a Comment