શેર બજાર શું છે અને તેમાંથી પૈસા કેવી રીતે કમાવવા ?

નમસ્કાર, વાલા દર્શક મિત્રો આજે તમને વાત કરીશું. શેર બજાર શું છે, પૈસા કેવી રીતે ઇન્વેસ્ટ કરવા અને લોકો કઈ રીતે શેરબજારમાં ઓછા સમયમાં વધારે પૈસા કમાઈ શકે છે.

શેર બજાર શું છે?

શેરબજારની સૌપ્રથમ શરૂઆત ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ૪૦૦ વર્ષ પહેલાં કરી હતી. જે અત્યારે ડિજિટલ સેવાઓની સગવડ અને લોકોની શેરબજાર પ્રત્યેની સમજ વધતા બજારે મોટું સ્વરૂપ ધારણ કરી દીધુ છે. ભારતીય શેર બજાર એ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી ના નામે ઓળખાય છે. જેમાં નેશનલ સ્ટોક એક્સચેંજ એટ્લે NSE અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટ્લે કે BSE તનો સમાવેશ થાય છે.

શેરબજારના બંને એક્સચેન્જ માં દેશની ઘણી બધી મોટી મોટી કંપનીઓ લિસ્ટેડ હોય છે. જેવી કે રિલાયન્સ, ટાટા એરટેલ, અદાણી. તમે લિસ્ટેડ કંપનીના શેર ને ખરીદી અને વેચાણ કરીને સરળ રીતે પૈસા કમાઈ શકો છો. પરંતુ આ વાત સાંભળીને તમને એમ થઈ જશે કે શેર ખરીદવા કઈ રીતે અને વેચવા કઈ રીતે. શેરબજારમાં કઈ કંપનીમાં રોકાણ કરવું. આ તમામ પ્રશ્નોના આસાન જવાબ આ લેખ ના અંત સુધીમાં તમને જરૂર મળી જશે.

શેરબજારમાં પૈસાનું રોકાણ કરવા માટેની પાયાની જરૂરિયાતો

કોઈ પણ બિઝનેસમાં રોકાણ કરતાં પહેલાં તેની પાયાની જરૂરિયાતોને જાણવી ખૂબ જરૂરી છે. શેરબજારમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ તમારુ ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. તમને સાંભળીને નવાઇ લાગશે કે વળી આ ડિમેટ એકાઉન્ટ શું છે. સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ તો સમજ્યા પણ ડીમેટ એકાઉન્ટ શું?

ડિમેટ એકાઉન્ટ એટલે શું?

અમે તમને જણાવી દઈએ કે ડિમેટ એકાઉન્ટ એ એવું એકાઉન્ટ છે કે જેના વડે તમે કોઈપણ શેરની લે-વેંચ કરી શકો છો. ડિમેટ એકાઉન્ટ તમારી બેંકના એકાઉન્ટ સાથે લીંક હોય છે. જેથી કરીને તમે જેટલા રૂપિયા ના શેર ખરીદો તે સીધા તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ અને શેર જ્યારે વેંચોં ત્યારે એટલા જ રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જતા હોય છે.આ ડિમેટ એકાઉન્ટ તમે કોઈ પણ ડીમેટ બ્રોકર કંપનીમાં ખોલાવી શકો છો.

બ્રોકરેજ એટલે શું?

અત્યારના સમયમાં ZERODHA, ANGEL BROKING, UPSTOX જેવી ઘણી બધી કંપની ઉપલબ્ધ છે. બ્રોકર કંપની મારફતે તમે શેર ની લે-વેચ કરી શકો છો. આ પ્રક્રિયા દરમિયાન બ્રોકર કંપની શેરના ખરીદ અને વેચાણ સમયે પોતાનો ચાર્જ લગાવે છે. તેને બ્રોકરેજ કહેવામાં આવે છે.આ બ્રોકરેજ ની ટકાવારી જુદા જુદા બ્રોકર અનુસાર જુદી જુદી હોય છે.

શેરબજારમાં પૈસાનુ રોકાણ કરવા માટેની સરળ રીતો

શેરબજારમાં પૈસાનુ રોકાણ કરવા માટેની સરળ રીતો કઈ અને કઈ રીતે લોકો પોતાનું રોકાણ કરતા હોય છે. શેરબજારમાં તમે લાંબા ગાળા નું ટ્રેડિંગ એટલે કે લોન્ગ ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો અને ટૂંકા ગાળાનું ટ્રેડિંગ એટ્લે કે શોર્ટ ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો.

લોન્ગ ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ એટલે શું?

કોઈપણ કંપની ના શેર કે જે તમને ખરીદીને લાંબા ગાળા માટે રાખી મૂકી યોગ્ય સમયે યોગ્ય પ્રોફિટ મેળવો એનું લાંબા ગાળે તમને સારું રિટર્ન પ્રાપ્ત થતું હોય એને લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. મિત્રો લાંબા સમય માટે કરેલું ઇન્વેસમેન્ટ તમને સારા પ્રમાણમાં પ્રોફિટ આપે છે. જેમાં રિસ્ક બહુ ઓછું હોય છે.

શોર્ટ ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ એટલે શું?

કોઇ પણ કંપનીના શેર કે જેને તમે ખરીદ્યા બાદ થોડાક સમયમાં પ્રોફિટ્નું પ્રમાણ સારું મળી રહેતા તેને વેચી દેવામાં આવે તેને ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. ટૂંકાગાળાના સમયમાં કરેલો ઇન્વેસ્ટમેન્ટ તમને ઓછા સમયમાં વધારે પ્રોફિટ આપી શકે છે પરંતુ તેની સાથે ક્યારેક loss પણ તમારે સહન કરવો પડે છે. એટલે કે લોંગ ટાઇમ ઇન્વેસ્ટમેન્ટની સાપેક્ષમાં રિસ્ક વધારે રહેલું છે.

શેરબજારમાં કેવી કંપનીઓમાં પૈસાનું રોકાણ કરવું

આ એક મહત્વનો સવાલ છે કે શેરબજારમાં કેવી કંપનીમાં રોકાણ કરવું જેથી કરીને કોઇપણ જાતના રિસ્ક વગર તમને યોગ્ય સમયે સારો પ્રોફિટ મળી રહે.

શેરબજારમાં લિસ્ટેડ કંપની જુદા જુદા સેક્ટર મા હોય છે, જેમકે ઓટો મોબાઇલ,બેન્કિંગ, કેમિકલ, ફાર્મા, ટેકનોલોજી, મેન્યુફેક્ચરિં, મેટલ, ઓઇલ-ગેસ, ટેલિકોમ વગેરે વગેરે..

સૌ પ્રથમ તમારે એ જાણવું વધારે મહત્વનું છે કે અત્યારના સમયમાં કયા સેક્ટરની ડિમાન્ડ ચાલી રહી છે. તેમજ આગામી સમયમાં કયા સેક્ટરની ડિમાન્ડ આવશે અથવા વધી શકે એમ છે. જે સેક્ટરની ડિમાન્ડ ચાલી રહી હોય તેમ જે સેક્ટર ની ડિમાન્ડ આવનાર છે એવા પ્રબળ પરિણામો જો તમને દેખાતા હોય તો એ સેક્ટર ની કંપની માં રોકાણ કરવું વધારે હિતાવહ રહેશે.

મિત્રો તમને એક પરફેક્ટ ઉદાહરણ દ્વારા સમજવીએ કે ગ્રોથ સેક્ટર મુજબ કંપની પસંદ કરી તેમાં રોકાણ કરવાથી ઓછા સમયમાં વધારે પ્રોફિટ કેમ મેળવી શકાય. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કોરોના જેવી વૈશ્વિક મહામારી માં ઘણા બધા stock down હતા, ઘણા બધા up હતાં.

તો એમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી એ ભારતમાં એન્ટ્રી કરી ત્યારે સમજદાર વ્યક્તિઓ એ ફાર્મા અને ઓક્સિજન ગેસ આ કંપનીઓમાં રોકાણ કરવાનું ચાલુ કર્યું હતું. જેમ-જેમ કોરોના નો આતંક દિવસેને દિવસે વધતો ગયો, તેમ તેમ વેક્સિન, ઑક્સિજન અને ઇન્જેકશન ની માંગ પણ વધતિ ગઇ અને કંપનીનું પ્રોડક્શન પણ વધવા લાગ્યો. જેથી કરીને કંપની નો ગ્રોથ પણ થવા લાગ્યો કંપનીને સારો પ્રોફિટ મળે એટલે તેના શેરના ભાવમાં મહત્વપૂર્ણ ઉછાળો જોવા મલ્યો.

રોકાણ કરતાં પહેલાં કંપની નો મુખ્યત્વે બિઝનેસ શું છે, કંપનીમાં કોણ કોણ રોકાણકારો છે, કંપની છેલ્લાં ત્રણ કે પાંચ વર્ષમાં કેટલી પ્રોફિટેબલ રહી છે, કંપની આવનાર સમયમાં ગ્રોથ રેટ કેટલો વધારી શકે એમ છે? આ બધાં પરિબળો નું રિચર્સ તમારે કરવું જોઇએ અને ત્યાર બાદ જ કોઈ પણ સ્ટોક્સમાં રોકાણ કરવું જોઈએ. આ સિવાય સ્ટોક્સ ને ઓછામાં ઓછા ભાવમાં ખરીદવાની કોશિશ કરવી જોઈએ. જેથી એક સારી એવરેજ ધરાવતો સટોકસ ઓછા સમયમાં વધુ પ્રોફિટ તમને કરાવી શકે .

ભાવની સાથે સાથે સ્ટોકનું ફંડામેન્ટલ જાણવું ખૂબ જરૂરી છે. તેમ જ સ્ટોક નું ઇન્ડસ્ટ્રીયલ એનાલિસીસ કરવું પણ જરૂરી છે. જેમાં તમે ચકાસી શકો છો કે તમે પસંદ કરેલી કંપનીની કોમ્પિટિશનમાં કઈ કંપની છે. કંપની પોતાના કંપેટીટર સાથે કઈ રીતે ગ્રોથ કરે છે.

ઉદાહરણ તરીકે ટાયર સેક્ટર ના ઇન્ડસ્ટ્રિયલના લીસ્ટ મુજબ વાત કરીએ MRF, CEAT, APOLLO વગેરે ટાયર બનાવતી કંપનીઓ શેરબજારમાં ખૂબ ધૂમ મચાવે છે. તો એમાંથી કઇ કંપનીની ડિમાન્ડ વધારે છે, કઈ કંપનીનું અત્યારના સમયમાં સેલિંગ વધારે છે, ભવિષ્યમાં કઈ કંપની ખૂબ સારું દેખાય શકે એમ છે. આ કંપની કયા પ્રકારનું માર્કેટિંગ કરે છે આવી બધી જ બાબતો તમારે જાતે એનાલિસિસ કરીને બેસ્ટ ભાવમાં જ્યારે સ્ટોક તમને મળે ત્યારે એમાં રોકાણ કરવું જોઈએ.

શેરબજારમાં ઓછા સમયમાં વધારે પૈસા કેવી રીતે કમાઇ શકાય?

શેરબજારમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવા માટે તમે જે સ્ટોક માં ઇન્વેસ્ટ કરવા માગતા હોય એ કંપની નું ફંડામેન્ટલ, ટેક્નિકલ અને ઇન્ડસ્ટ્રીયલ રીતે પૂરેપૂરો એનાલિસીસ કરવું. કોઈપણ લિસ્ટેડ કંપની જે આવનારા સમયમાં લોકોની જરૂરિયાતો સાથે સંકળા છે અને ખૂબ મોટો ગ્રોથ કરશે તેવું જણાતું હોય તો એવા સ્ટોકસ મા ઈન્વેસ્ટ કરી તમે પ્રોફિટ કરી શકો છો.

હવે તમને એક સુંદર ઉદાહરણ પૂરું પાડી એ કેવી રીતે ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા. તો દિવાળીના સમય નજીક હોવાથી લોકો જુદી જુદી રીતે ખરીદી ઓ ચાલુ કરી દે છે. જેમ કે કપડાં છે, ઘર રીનોવેશન છે વગેરે.. તો આવા સમય મા સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કન્ઝ્યુમર સેકટરની કંપનીઓના પ્રોડક્શન અને પ્રોફિટમાં ભારે ઉછાળો દેખાશે. તો આવી રીતે તમે એનાલિસિસ કરીને એ સ્ટોકસ મા invest કરીને ઓછા સમયમાં વધારે પ્રોફિટ બુક કરી શકો છો.

મિત્રો સ્ટોક માર્કેટ રિલેટેડ અમારો આ લેખ વાંચવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.

Leave a Comment